વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

બાસેલ (સ્વિત્ઝરલેન્ડ), તા. 19 : આજથી શરૂ થયેલી બીડબલ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના કિદામ્બી શ્રીકાંત, બી. સાઇ પ્રણિત અને એચએસ પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. 16મા ક્રમના પ્રણિતે પહેલા રાઉન્ડમાં કેનેડાના ખેલાડી જેસન એન્થનીને 21-17 અને 21-16થી 39 મિનિટની રમતમાં હાર આપી હતી. જયારે એચએસ પ્રણોયે ફિનલેન્ડના ખેલાડી ઇતુ હેનોને રસાકસી બાદ પ9 મિનિટની રમતના અંતે 17-21,21-10 અને 21-11થી હાર આપી હતી. કિદામ્બી શ્રીકાંતે 17-21, 21-16, 21-7થી પહેલી મેચ જીતી લીધી હતી. મહિલા સિંગલ્સમાં સ્ટાર પીવી સિંધુ અને સાઇના નેહવાલે આવતીકાલે તેમના અભિયાનનો પ્રારંભ કરશે. મહિલા વિભાગમાં સિદ્ધુ વિશ્વની નંબર ત્રણ?ક્રમાંકિત અને સાઈના 9મી ક્રમાંકિત છે. સિદ્ધુ વિશ્વ ચેમ્પિયનશીપમાં 2013 અને 2014માં કાંસ્યચંદ્રક અને 2017 તથા 2018માં રજતપદક જીતી ચૂકી છે. સાઇના નેહવાલે અહીં 2015માં રજત અને 2017માં કાંસ્ય જીત્યો હતો. સેમિફાઇનલ પૂર્વે સિદ્ધુ સામે ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ નંબર એક એક અને હાલે બીજો ક્રમાંક ધરાવતી ચીની તાઇપેચીના તાઇ?જૂ યિંગ સામે મોટી કસોટી થશે. જો કે, સિદ્ધુ માટે રાહતની વાત એ છે કે તેની કટ્ટર પ્રતિસ્પર્ધી સ્પેનની કેરોલિના મારિન ઇજાને લીધે સ્પર્ધાની બહાર થઇ?ગઇ?છે. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ચીની ખેલાડીઓનું વર્ચસ્વ છે. ચીને અહીં કુલ્લ 182 ચંદ્રક જીત્યા છે જેમાં 65 સુવર્ણ, 46 રજત અને 71 કાંસ્યનો સમાવેશ?છે. 74 ચંદ્રક સાથે ઇન્ડોનેશિયા બીજા ક્રમે છે. ચીનનો લીન ડૈન પાંચવાર સિંગલ્સ વિજેતા બનવાનો વિક્રમ ધરાવે છે. આ વખતની સ્પર્ધામાં મેન્સ વિભાગમાં ભારતને કિદામ્બી શ્રીકાંત પર મોટી આશા છે. શ્રીકાંતને 7મો, સમીર વર્માને 10મો અને સાંઇ પ્રણિતને 16મો ક્રમાંક અપાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer