ગાંધીધામના રખડતા ઢોર ઉપર નિયંત્રણ ન કરાય તો વિરોધ થશે

ગાંધીધામ, તા. 19 : શહેરની સાધુ વાસવાણી સોસાયટી અને જનતા કોલોનીમાં લોકોએ રખડતા ઢોરની સમસ્યા મુદે  સુધરાઈના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.  ત્રસ્ત બનેલા લોકોએ લેખિત રજૂઆત  કરતાં પત્રમાં જણાવ્યું હતું કે  શહેરમાં ઉનાળાના અંતમાં જ  આખલાઓની  સંખ્યા વધતી જાય છે. આ મુદે  કોઈ પ્રકારનું આયોજન કે  વ્યવસ્થા કરવામાં આવતી નથી. સંકુલના મુખ્ય રોડ તથા  રહેણાક વિસ્તારના અંાતરિક માર્ગો  ઉપર  રખડતા  પશુઓ  ઊભા  રહે છે. જેને કારણે  અનેક અકસ્માતો થયા છે. આ ઉપરાંત  આ મુશ્કેલીને પગલે લોકોને જીવ ખોવાનો પણ વારો આવ્યો છે. જાહેર સ્થળે  ઘાસ વેચાણ થતું હોવા છતાં દબાણ વિભાગ નિદ્રાધીન બન્યો છે જેને કારણે  સમસ્યાઓમાં વધારો થયો છે.  આગામી સાત દિવસમાં આ  અંગે યોગ્ય ઉકેલની માંગ કરાઈ છે. અન્યથા વિરોધાત્મક કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી  છે.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer