બેંક ઓફ?ઇન્ડિયાની ભારતના સર્વાંગી વિકાસમાં મહત્ત્વની ભૂમિકા

માધાપર (તા. ભુજ), તા. 19 : અહીંની બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા તાજેતરમાં ગ્રાહકો માટે સભાનું આયોજન કરાયું હતું. મુખ્ય પ્રબંધક નીલેશ રાઠીએ ઉપસ્થિત ગ્રાહકોને જણાવ્યું કે, ભારતના સર્વાંગી વિકાસમાં બેંક ઓફ ઇન્ડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સમાજના બધા ક્ષેત્રો જેમ કે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં મહિલાઓ, શ્રમજીવીઓ વગેરેની ઉન્નતિ અને સ્વાવલંબન માટે વિભિન્ન પ્રકારની બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. બેંકની યોજનાઓનું મુખ્ય કેન્દ્ર પ્રાથમિક ક્ષેત્ર છે, જેમ કે કૃષિ, એમ.એસ.એમ.ઇ. જેમાં રોજગારના નવા અવસર સર્જિત થયા છે.સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓને જનજન સુધી પહોંચાડવામાં બેંકનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અમારા ગાંધીનગર અંચલએ આજ સુધી અલગ અલગ ક્ષેત્રોમાં કુલ્લ 2326 કરોડનું ધિરાણ કર્યું છે, જેમાં પ્રાથમિકતાના સેક્ટરમાં રૂા. 1552 કરોડ, કૃષિમાં રૂા. 968 કરોડ, રિટેલમાં રૂા. 539 કરોડ અને એમ.એસ.એમ.ઇ.માં રૂા. 308 કરોડનું ઋણ આપ્યું છે. કિસાનો માટે બેંકે ગોલ્ડ લોનની શરૂઆત કરી છે જેના અંતર્ગત અમારા અંચલએ રૂા. 44 કરોડનું ધિરાણ?આપ્યું છે. આ પ્રસંગે ચાંપશીભાઇ?પરગડુ, હિના પુરોહિત, અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા   હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer