અડધો ડઝન દરોડામાં 38 ખેલી ગિરફતાર

અડધો ડઝન દરોડામાં 38 ખેલી ગિરફતાર
ભુજ/ગાંધીધામ, તા. 17 : ધીરેધીરે પરાકાષ્ઠા ભણી જઇ રહેલા શ્રાવણ મહિનાની સાથોસાથ જાણે જુગારના શોખીન તત્ત્વો પણ તેમના અસલી મિજાજમાં આવી રહ્યા હોય તેમ તેઓ તેમનો શોખ પૂરો કરવામાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આની સામે કાયદાની રખેવાડી કરનારા તંત્ર દ્વારા પણ જુગારની આ બદી સામેની પોતાની પ્રવૃતિ અવિરત રાખતા વિતેલા 24 કલાક દરમ્યાન અડધો ડઝન દરોડા વિવિધ સ્થળે પાડી કુલ  38 ખેલીને અંદર કર્યા હતા. આ કાર્યવાહી તળે રૂા. 1.82 લાખની માલમતા કબ્જે કરાઇ હતી.  બહાર આવેલી વિગતો અનુસાર મુંદરામાં ગુણવત્તાસભર દરોડા સાથે ભુજમાં બે સ્થળે જુગારીઓ ઉપર છાપા મરાયા હતા. તો અબડાસાના વરાડિયા ઉપરાંત પૂર્વ કચ્છમાં નલિયા ટીમ્બો અને કિડાણા ખાતે પણ પોલીસ ત્રાટકી હતી. પકડાયેલા તમામ તહોમતદારો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.  મુંદરામાં ગુણવત્તાસભર દરોડો  મુંદરા ખાતે સ્થાનિક પોલીસે બાતમીના આધારે પાડેલા ગુણવત્તાસભર દરોડામાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મુંદરાના વિજય વલ્લભભાઇ પટેલ, વિપુલ દાનાભાઇ ગોહિલ અને હસમુખ ગોપાલભાઇ પટેલને રૂા. 23,600 રોકડા અને બે મોટર સાઇકલ મળી કુલ્લ રૂા. 58,600ની માલમતા સાથે પકડી પડાયા હતા. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ખેલીઓ બારોઇ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી સોસાયટીની પછવાડે બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમી રહ્યા હતા ત્યારે આ દરોડો પડાયો હતો.ભુજમાં નવ ખેલી ઝડપાયા બીજીબાજુ જિલ્લા મથક ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ ઉપર રાજશ્રી એલ્યુમિનિયમ નામની દુકાન સામેના ખુલ્લા ઓટલા ઉપરથી શહેરના નવ શખ્સને ગંજીપાના વડે જુગાર રમતા પકડાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ જેમની ધરપકડ કરાઇ છે તે આરોપીમાં વૃષભ ભરતભાઇ વોરા, ઇરફાન અબ્દુલ્લ ઓડિયાણ, પાર્થ દીપકભાઇ રૂપારેલ, સમીર મહમદભાઇ ઓડિયાણ, હર્ષ પ્રકાશભાઇ મહેતા, અવિનાશ પ્રકાશભાઇ ઠકકર, અકરમ ગનીભાઇ લાખા, ચન્દ્રાસિંહ ઘનશ્યામાસિંહ ઝાલા અને નિશાંત પ્રવીણભાઇ ઠકકરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં એ. ડિવિઝન પોલીસે રૂા. 12,200 રોકડા અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 16,700ની માલમતા કબ્જે કરી ગુનો દાખલ કર્યો હતો.  અન્ય દરોડામાં પાંચ સકંજામાં  જયારે ભુજમાં જ એ. ડિવિઝન પોલીસ દ્વારા પડાયેલા અન્ય એક દરોડામાં ભુજના કાનજી રણશી મહેશ્વરી, ખીમજી માલશી માતંગ, હાર્દિક હરેશભાઇ ચાવડા, શિવજી કાનજી મહેશ્વરી અને રાજેશ દામજી મહેશ્વરીને તીનપતીનો જુગાર રમતા પકડાયા હતા. ભુજમાં રાવલવાડીથી દેવીપૂજકવાસ તરફ જતા રસ્તાની બાજુએ ખુલ્લી જગ્યામાં આ દરોડો પડાયો હતો. જેમાં રૂા. 11700 રોકડા કબ્જે કરાયા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું.  વરાડિયામાં પાંચની ધરપકડ આ ઉપરાંત અબડાસાના વરાડિયા ગામે કોઠારા પોલીસે દરોડો પાડીને ગામના પાંચ શખ્સને ધાણીપાસા વડે જુગાર રમતા રૂા. 920 રોકડા સાથે પકડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીમાં રામજી આચાર, નરશી લખુ સીજુ, જશરાજ ભીમજી સીજુ, શિવજી હમીર કુંવટ અને વેલજી કેશાનો સમાવેશ થાય છે. તેમ પોલીસે ઉમેર્યું હતું. નલિયા ટીમ્બોમાં પાંચ જબ્બે  રાપર તાલુકાના નલિયા ટીમ્બો ગામમાં જુગટું રમતા પાંચ શખ્શોને પોલીસે પાંજરે પૂર્યા હતા. આડેસર પોલીસે મોડી રાત્રે ત્રાટકીને જુગારની બાજી બગાડી હતી. આરોપીઓ ચંદુભા ચનુભા જાડેજા, ભરત કાના ગોહિલ, ડાયા ભીમા ગોહિલ, હજુ અરજણ ડોડિયા અને મનસુખ ભીખા ગોહિલ હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતાં. રોકડા રૂા. 14,200 અને બાઈક સહિત રૂા.82 હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો. કીડાણામાં 10 મહિલા સહીત 11 ઝડપાયા તાલુકાના કિડાણા ગામમાં બી-ડિવિઝન પોલીસે ગત સાંજના અરસામાં દરોડો પાડયો હતો. આંબેડકર નગર ચોકમાં કુંવરબાઈ લાલજી મહેશ્વરી, મૈયાબેન નારણ મહેશ્વરી, દેવલબાઈ બુધા મહેશ્વરી, ગૌરીબેન હરેશ મહેશ્વરી, મંજુબેન મહેન્દ્ર સોઢા, શાંતાબેન ભગવાનજી  મહેશ્વરી, અનિતાબેન બચુ મહેશ્વરી, વનિતાબેન મેઘજી મહેશ્વરી, સુનિતાબેન વિજય મહેશ્વરી, લક્ષ્મીબેન હિરજી મહેશ્વરી અને મેઘજી પ્રકાશ માતંગ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દરોડા દરમ્યાન રોકડા રૂા.14050 કબ્જે કરાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer