કાલે ભુજમાં જાણીતા ફોટોગ્રાફરો દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી

કાલે ભુજમાં જાણીતા ફોટોગ્રાફરો દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી
ભુજ, તા. 17 : આગામી 19મીએ વિશ્વ ફોટોગ્રાફી ડે નિમિત્તે શહેરના ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ દ્વારા ઉજવણી કરવામાં આવશે. જેમાં પોટ્રેઇટ, નેચરલ, બર્ડ વગેરેની ફોટોગ્રાફી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે. સંસ્થા દ્વારા સાંજે 4-30થી 7 દરમ્યાન ખેંગાર પાર્ક ખાતે યોજાનારા કાર્યક્રમમાં કચ્છના પ્રખ્યાત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો અશોક ચૌધરી, જુગલકિશોર તિવારી, હર્ષદ પોમલ, પરેશ કપ્ટા, કાંતિલાલ દુબલ, રોનક ગજ્જર, દયારામ જણસારી વગેરે દ્વારા ફોટોગ્રાફી અંગે જ્ઞાન અપાશે. સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઇ ગાંધી (અભય કલર લેબ), મંત્રી આશુતોષ ગોરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સોસાયટીના સભ્યો દિનેશ મહેતા, રમેશ પોમલ, અરવિંદ નાથાણી, હસમુખ મચ્છર, સમીર ભટ્ટ, અશોક પોમલ, કેતન પોમલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. નિ:શુલ્ક ફોટોગ્રાફી સેશનમાં ભાગ લેવા માટે મો. નં. 98984 74931 ઉપર નામ નોંધાવવાનું રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer