ભુજમાં રાજગોર સમાજનો સામૂહિક યજ્ઞોપવીત પરિવર્તન કાર્યક્રમ યોજાયો

ભુજમાં રાજગોર સમાજનો સામૂહિક યજ્ઞોપવીત પરિવર્તન કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 17 : અહીંના જેષ્ટાનગર મિત્ર મંડળ દ્વારા રક્ષાબંધન મહોત્સવ વિશ્વકર્મા મંદિર પરિસરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સવારે રાજગોર બ્રાહ્મણ સમાજના ભાઇઓનું સામૂહિક યજ્ઞોપવીત પરિવર્તન કરાવાયું હતું. ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઇ સોમપુરાના હસ્તે દીપ પ્રાગટય સાથે ગાયત્રી પરિવારના શશિકાંત આચાર્ય દ્વારા શાત્રોક્ત વિધિ સાથે સામૂહિક જનોઇ પરિવર્તન, ત્યારબાદ સમાજના બટુકોને નૂતન યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવ્યું હતું. દાતાઓના સત્કાર સમારંભમાં અખિલ કચ્છી રાજગોર મહાસભાના મુંબઇ એકમના પ્રમુખ પ્રવીણભાઇ કેશવજી ગોળવાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભુજ રાજગોર સમાજના ઉપપ્રમુખ તનસુખભાઇ જોશી, મહિલા મંડળના પ્રમુખ કૃપાબેન ગોર, સમસ્ત બ્રહ્મ સમાજના કચ્છ જિલ્લાના પ્રમુખ અનિલભાઇ ગોર, મુંદરા તા.પં.ના પૂર્વ કારોબારી ચેરમેન દિપ્તીબેન ગોર સહિતના મંચસ્થ રહ્યા હતા.આ પ્રસંગે રાજગોર સમાજની બે બહેનો ઉર્વશીબેન તેમજ શિલ્પાબેન ગોર એડવોકેટ નોટરી તરીકે તથા મંત્રી ચંદ્રકાંત મોતાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. મંડળના હોદેદારો દ્વારા પૂર્વ પ્રમુખ બાબુભાઇ તેમજ શંભુભાઇનું અભિવાદન કરાયું હતું. સમૂહપ્રસાદમાં મોટી સંખ્યામાં સમાજના ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ભરતભાઇ જાદવજી, ચંદ્રકાંતભાઇ કેશવાણી, જયંતી જખમી, શિવશંકર નાકર, દિલીપભાઇ (મુંદરા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.મંડળના પ્રમુખ પરેશભાઇ માકાણી, ઉપપ્રમુખ જેન્તીલાલ મોતા, સહમંત્રી પ્રકાશ મોતા, ટ્રસ્ટી મનસુખભાઇ, રાજેશ જેન્તીલાલ ગોર, સતીશભાઇ, ખજાનચી નવીનભાઇ વગેરેએ આયોજન સંભાળ્યું હતું. આભારવિધિ સંગઠન મંત્રી વિરેન નાગુએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer