સમાજની દરેક વ્યક્તિ શિક્ષણની સાથે સંસ્કારી બને

સમાજની દરેક વ્યક્તિ શિક્ષણની સાથે સંસ્કારી બને
જખણિયા, તા. 17 : કચ્છની એકમાત્ર ડિગ્રી ફાર્મસી કોલેજ ખાતે ડિગ્રી તથા માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને વીરાયતન સંસ્થા, ફાર્મસીના અભ્યાસક્રમ તેમજ ફાર્મસી ક્ષેત્રે ભાવિ ઉજ્જવળ તકો વિશે માહિતગાર કરવાના હેતુથી ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં નવા વિદ્યાર્થી તેમજ વાલીગણ હાજર રહ્યા હતા. વીરાયતન સંસ્થાના સ્થાપક આચાર્ય ચંદનાજીએ આશીર્વાદ આપી છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાકલ કરી હતી. વીરાયતન કચ્છના વડા સાધ્વીજી શીલાપીજી મ.સા.એ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને ફાર્મસી ક્ષેત્રેમાં આજીવિકા સાથે જીવનલક્ષી સંસ્કારયુકત શિક્ષણ મળી રહે એવા આશીર્વાદ આપી સમાજની દરેક વ્યક્તિ શિક્ષણની સાથે સંસ્કારી બને તેમ જણાવ્યું હતું. વીરાયતન-કચ્છ અધ્યક્ષ સુંદરજીભાઇ શાહ, મંત્રી કૌશિક શાહ, ફાર્મસીના પ્રિન્સિપાલ ડો. ભરત ચૌધરી તથા વ્યવસ્થાપક અનિલભાઇ જૈને પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. મહેશ સેંઘાણી તથા સંચાલન શ્વેતાબેન રાવલ તથા આભારવિધિ ડો. પ્રકાશ સુખરામાણીએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer