કોટડા (રોહા)માં રાષ્ટ્રગીત વિના તિરંગો લહેરાવાતાં ફરિયાદ

કોટડા (રોહા), તા. 17 : અહીંની શેઠ નાગજી વિશ્રામ હાઇસ્કૂલમાં તાજેતરમાં યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાયા વિના રાષ્ટ્રધ્વજ ફરકાવાયો અને માજી સૈનિકોનું અપમાન કરાયાની છેક ગાંધીનગરે ફરિયાદ કરાઇ છે. ગામના માજી સૈનિક પ્રદ્યુમનસિંહ બાલુભા સોઢાએ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગામની હાઇસ્કૂલમાં રાષ્ટ્રગીત વિના જ ધ્વજવંદન કરાયું તે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન કહેવાય. આ કાર્યક્રમમાં બે માજી સૈનિક પણ હાજર હતા જેમાંના એક સરપંચ છે. આ તબક્કે શાળાના આચાર્યનું ધ્યાન દોરવામાં આવ્યું, તો એક નિવૃત અધિકારીએ પણ ધ્યાન દોર્યું પરંતુ આચાર્ય અડગ રહ્યા અને ધ્વજવંદન કરાવ્યું, પરિણામે માજી સૈનિકો યોગ્ય સલામી આપીને તે સમારંભનો ત્યાગ કરી ગયા હતા. આ ઘટનાથી પોતાને દુ:ખ થયું છે, અને યોગ્ય પગલાંની માંગ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer