સાઉદીએ ટેસ્ટમાં છગ્ગા ફટકારવામાં સચિનની બરાબરી કરી

નવી દિલ્હી, તા. 17 : ક્રિકેટના મેદાનમાં દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરવીએ કોઈપણ બેટ્સમેનનું સપનું હોય છે. પરંતુ આધુનિક ક્રિકેટની ઝડપ ખૂબ વધુ છે અને ક્રિકેટર ઝડપથી જૂના વિક્રમો તોડી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં આવી જ એક ઉપલબ્ધિ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ટીમ સાઉદીએ પોતાના નામે કરી છે. સાઉદીએ શ્રીલંકામાં રમાઈ રહેલી ટેસ્ટમાં છગ્ગો ફટકારતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. હવે સચિન અને સાઉદીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 69-69 છગ્ગા છે. સચિનના રેકોર્ડની બરાબરી સાઉદીએ 69મા ટેસ્ટની 96મી ઈનિંગ્સમાં કરી હતી. જો સચિનની વાત કરવામાં આવે તો તેણે ઉપલબ્ધિ 200 ટેસ્ટમાં મેળવી હતી. સાઉદી પહેલાં પૂર્વ ક્રિકેટર ડિવિલિયર્સ, સનથ જયસુર્યા અને ઈયાન બોથમ રેકોર્ડ તોડી ચૂક્યા છે. સાઉદીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 1550 રન છે. જેમાં 77 નોટઆઉટ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સાઉદીએ ટેસ્ટમાં 244 વિકેટ પણ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગાનો રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે છે. મેક્કુલમે ટેસ્ટ કારકિર્દીમાં 107 છગ્ગા ફટકાર્યા છ જ્યારે ભારતીય ક્રિકેટમાં વીરેન્દ્ર સેહવાગે સૌથી વધુ 91 છગ્ગા ફટકાર્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer