એશેઝ : ઇંગ્લેન્ડની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા 250માં સમેટાયું

લોર્ડસ, તા. 17 : એશેઝની બીજી ટેસ્ટના ચોથા દિવસે આજે ઈંગ્લેન્ડની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 250 પર સીમિત થઈ ગયા બાદ અંતિમ સમાચાર મળ્યા ત્યારે ઈંગ્લેન્ડે પોતાના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને નવ રન બનાવ્યા હતા. બર્ન્સ સાત રને દાવમાં હતો. ઓસ્ટ્રેલિયા વતી સ્મિથે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. પોતાના દાવ દરમ્યાન તેણે 14 ચોગ્ગા લગાવ્યા હતા અને છેક સુધી ટકી આઠમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.  ખ્વાજાએ 36, પાઈનેએ 23 અને ક્યુમિન્સે 20 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી બ્રોડે તરખાટ મચાવતાં 65 રનમાં 4 વિકેટ ખેરવી હતી. વોકસે તેને સાથ આપતાં 61માં 3 જ્યારે આર્ચરને બે અને લીચને 1 વિકેટ મળી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer