ભુજના ગાયત્રી મંદિર, એકતા વિસ્તારમાં ગંદાં પાણીનું વિતરણ

ભુજ, તા. 17 : ચોમાસામાં ગંદકી અને સૂર્યપ્રકાશના અભાવ જેવા કારણસર રોગચાળો માથું ઊંચકી  રહ્યો છે ત્યારે ભુજ નગરપાલિકા સ્થિતિ   વણસાવવામાં નિમિત્ત બની રહી છે. શનિવારે એકતા, ઉત્કર્ષ સોસાયટી, ગાયત્રી મંદિર, સિદ્ધિવિનાયક કોલોની અને સંસ્કારનગરના અમુક ભાગોમાં પાણી વિતરણ થયું એ મેલું અને ગંદું હોવાની ફરિયાદ ઊઠી છે. કેટલાક નગરજનોએ જણાવ્યું હતું કે, ચોખ્ખા પાણીના ટાંકા ગંદાં પાણીને લીધે બગડી ગયા હતા.નગરજનોનું આરોગ્ય જોખમમાં મૂકતી આ ઘોર બેદરકારી છે. નગરસેવકો આની તપાસ કરીને પાણીમાં ગટર કે બીજું ગંદું પાણી તો નથી ભળતુંને એનો ઉકેલ લાવે એવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer