માધાપરના છાત્રની ચોરાયેલી બાઇક નાની દદ્ધરના ઇસમ પાસેથી પોલીસે ઝડપી

ભુજ, તા. 17 : તાલુકાના માધાપર ગામના સાગર પ્રવીણ મકવાણા નામના વિધાર્થીની ચોરાયેલી બાઇક તાલુકાના નાની દદ્ધર (ખાવડા)ના અજીમ જાકબ છૈર પાસેથી પોલીસે કબ્જે કરી હતી. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી અનુસાર માધાપર ગામે યક્ષ મંદિર પાસે પાર્કિંગમાંથી આ બાઇક ચોરાઇ હતી. જે તે સમયે બાઇકનો વીમો ન હોવાથી આ વિશે ફરિયાદ કરાઇ ન હતી. દરમ્યાન હાલે ખાવડા ખાતે આ ચોરાઉ બાઇક પોલીસે અજીમ છૈર પાસેથી કબ્જે કરી હતી. આ પછી છાત્રએ ગઇકાલે વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer