નાની વિરાણીમાં વાડીમાંથી 60 બાટલી શરાબ ઝડપાયો : ખેડુ આરોપી હાથમાં ન આવ્યો

ગઢશીશા (તા. માંડવી), તા. 17 : તાલુકાના નાની વિરાણી ગામે નાનજી માવજી રામાણી નામના પટેલ ખેડૂતની વાડીમાંથી  જિલ્લા સ્તરેથી દરોડો પાડી સ્થાનિક ગુનાશોધક શાખાએ 60 બાટલી શરાબ પકડી પાડયો હતો. અલબત્ત આરોપી ખેડુ હાથમાં આવ્યો ન હતો. સત્તાવાર સાધનોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે બાતમીના આધારે આજે મધ્યાહને આ કાર્યવાહી કરાઇ હતી. જેમાં વાડીમાંથી રૂા. 29160નો શરાબનો જથ્થો કબ્જે કરાયો હતો. દરોડા સમયે હાથમાં ન આવેલા આરોપી નાનજી રામાણીને પકડી પાડવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer