અંજારની ભાગોળે ટ્રેન હડફેટે આધેડનું મોત

ગાંધીધામ, તા. 17 : અંજાર આદિપુર વચ્ચે ટ્રેન હડફેટે અજ્ઞાત શખ્સનું તત્કાળ મોત નીપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ આજે અદાણી ફાટક પાસે સવારે 8.30થી 8.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. અંદાજે 50 વર્ષની વયના અજાણ્યા આધેડ માલગાડી તળે કચડાયા હતા. ગંભીર ઈજાઓથી તેમનું તત્કાળ મોત નીપજયું હતું.  અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer