શ્વાસના દર્દીને પરોઢે તપાસ્યા વિના સવારે આવવાનું કહેતાં નારાજગી

ભુજ, તા. 17 : આજે પરોઢે ચાર વાગ્યાના અરસામાં ધનજીભાઇ ભાનુશાલી નામના દર્દીને શ્વાસની તકલીફ?થતાં સારવાર માટે અદાણી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તજજ્ઞ તબીબે દર્દીને તપાસ્યા વિના સવારના સામાન્ય ઓ.પી.ડી.માં સારવાર લેવા આવવા કહેતાં સગા-સંબંધીઓમાં નારાજગી ફેલાઇ હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તબીબ વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસો.ને આવેદનપત્ર આપ્યું હતું, તેવું મહામંત્રી મુકેશ ભાનુશાલીએ જણાવ્યું હતું. આ બાબતે હોસ્પિટલ સત્તાવાળાઓને પૂછતાં જણાવ્યું કે, દર્દીને જરૂરી સારવાર આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer