સટ્ટાના લાખો વસૂલવા અપહરણ કરનારા ત્રણ બુકી રિમાન્ડ હેઠળ

સટ્ટાના લાખો વસૂલવા અપહરણ કરનારા ત્રણ બુકી રિમાન્ડ હેઠળ
ભુજ, તા. 14 : ક્રિકેટના સટ્ટાની લાખોની લેણી રકમ વસૂલવા માટે અપહરણ સાથે માર મારવાના બનેલા કિસ્સામાં ધરપકડ કરાયેલા આરોપીઓ   પૈકી ત્રણ બુકીને એક દિવસના રિમાન્ડ ઉપર લેવાયા છે. જ્યારે અન્ય તહોમતદારોને જ્યુડિશીયલ કસ્ટડીમાં પાલારા જેલમાં મોકલી અપાયા છે. કેસના તપાસનીશ માનકૂવા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર કે.જી. રાણાએ આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીઓ પૈકીના મિરજાપરના પૃથ્વીરાજાસિંહ શકિતાસિંહ જાડેજા અને રાજેન્દ્રાસિંહ શકિતાસિંહ જાડેજા તથા મૂળ તુંબડીના હાલે ભુજ રહેતા વીરેન્દ્રાસિંહ અનોપાસિંહ જાડેજાને અદાલત સમક્ષ રજૂ કરીને તેમના આવતીકાલ ગુરુવાર સુધીના એક દિવસના રિમાન્ડ મેળવાયા છે. જયારે કેસના અન્ય આરોપીઓ જયુડિશીયલ કસ્ટડીના હવાલે કરાયા હતા. ભોગ બનનારા સૂરજપર ગામના લખન ઠક્કર પાસેથી સટ્ટાની લેણી રકમ રિમાન્ડ ઉપર લેવાયેલા બુકીઓને લેવાની હોવાની વિગતો પણ પોલીસની તપાસ દરમ્યાન સપાટી ઉપર આવી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer