જિલ્લામાં જુગારના દરોડામાં 39 ખેલી કાયદાના સકંજામાં

જિલ્લામાં જુગારના દરોડામાં 39 ખેલી કાયદાના સકંજામાં
ભુજ, તા. 14 : તહેવારોનો મહિનો શ્રાવણ જેમ જેમ જામી રહ્યો છે તેમ જુગારના શોખીન તત્વો પણ જાણે રંગ પકડવા લાગ્યા છે. આની સામે કાયદાના રક્ષકોએ પણ તેમની દરોડાની પ્રવૃત્તિ અવિરત રાખતાં જિલ્લામાં વધુ 39 ખેલૈયા જુગાર રમવાના આરોપસર દબોચાયા હતા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. - ભુજમાં ચાર જણ જબ્બે  : જિલ્લા મથક ભુજમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર કોળીવાસમાં મંદિરની બાજુમાં પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આજે દરોડો પાડયો હતો. જેમાં ભુજના મામદ ગુલામહુશેન બકાલી, હાજી ઉર્ફે હાજીડો સુમાર મંધરિયા, મોજીમ અનવર ભટ્ટી અને સુમાર રમજુ અબડાને જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રૂા. 10700 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન કબજે કરાયા હતા.  - ભુજમાં જ અન્ય સાત પકડાયા  : ભુજમાં જ સ્થાનિક બી. ડિવિઝન પોલીસે રામનગરી વિસ્તારમાં પાડેલા દરોડામાં સાત ખેલી કાયદાના પાંજરે પુરાયા હતા. આ આરોપીઓ પાસેથી રૂા. 12320 રોકડા કબજે લેવાયા હતા. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે જેમની ધરપકડ કરાઇ છે તે તહોમતદારોમાં ભુજના અરાવિંદ ફકીરા દેવીપૂજક, વેલજી કાનજી દેવીપૂજક, મનસુખ મંગા દેવીપૂજક, મફલ બાબુ દેવીપૂજક, કિશોર મગન દેવીપૂજક, ખેતા મનસુખ દેવીપૂજક અને પ્રવીણ હીરા રાજનાથનો સમાવેશ થાય છે.  - ગાંધીધામ : સાત ખેલી દબોચાયા  : અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ મુજબ ગાંધીધામ શહેરમાં જનતા કોલોની સામે આવેલા ચામુન્ડા નગર વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સાત જણને પકડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાં દેવજી કાનજી ભાનુશાલી, પરસોતમ વેલજી ભાનુશાલી, રાજેશ મોહન ભાનુશાલી, કુલદીપ ધનજી ભદ્રા (ભાનુશાલી), ધર્મેન્દ્ર દેવજી ભાનુશાલી, પેરાજ પ્રધાન ભાનુશાલી અને પ્રકાશ રવજી દામાનો સમાવેશ થાય છે. આ તહોમતદારો પાસેથી રૂા. 33480 રોકડા અને છ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 40480ની માલમતા કબજે કરી તેમની સામે ગુનો દાખલ કરાયો હતો.  - ગાંધીધામમાં જ આઠની ધરપકડ  : બીજીબાજુ ગાંધીધામ શહેરમાં જ ખોડિયાર નગર વિસ્તારમાં મંદિર પાસે જુગાર બાબતે પડાયેલા પોલીસના દરોડામાં પારસ મણિ નથુરામજી રેનર, રાજુ ભંવરલાલ રેંગર, મદનલાલ મુલારામજી રેંગર, રાજેશ વેરશી માવ, ગાવિંદ હેમંત ભાનુશાલી, સરવનકુમાર કાના રામજી રેંગર, અશોક ચંપાલાલ પવાર અને સુભાષ દુલમ કુશ્વાહને પકડાયા હતા. ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર પકડાયેલા આ આરોપીઓ પાસેથી રૂા. 10430 રોકડા ઉપરાંત પાંચ મોબાઇલ ફોન અને બે બાઇક મળી કુલ્લ રૂા. 89930ની માલમતા કબજે કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. - સુખપરમાં ચારની ધરપકડ  : દરમ્યાન ભુજ તાલુકાના સુખપર ગામે ભાણભટ વિસ્તારમાં ગઇકાલે મોડીસાંજે સ્થાનિક માનકૂવા પોલીસે ધાણીપાસા વડે જુગાર સબંધે દરોડો પડાયો હતો. જેમાં આ વિસ્તારમાં રહેતા પોપટ બાબુ ભટ, કલ્યાણ સુલ્તાન ભાઉ, અશોક બાબુ ભટ અને વિજય ઓમપ્રકાશ ભટને રૂા. 1600ની રોકડ સાથે ઝડપાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. - સમાઘોઘામાં પાંચ સપડાયા  : આ ઉપરાંત મુંદરા તાલુકામાં સમાઘોઘા ગામે પંકજ કોલોની સ્થિત રાજસ્થાન હોટલની પછવાડે આવેલી ઓરડીઓ સામે બાવળની ઝાડીઓ વચ્ચે મુંદરા પોલીસ ગઇકાલે બપોરે ત્રાટકી હતી. આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગુરુપ્રસાદ છોટેલાલ નિશાદ, નારેનાસિંગ શિવભજનાસિંગ ઠાકુર, ગંગારામ રામરતન પાલ, રાજેન્દ્ર રામપ્રતાપ પાલ અને રામસાગર ભાનુપ્રસાદ કેવટની ધરપકડ કરાઇ હતી. આરોપીઓ પાસેથી રૂા. 11200 રોકડા કબજે લઇ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમ પોલીસે ઉમેર્યું હતું. - નાગોરમાં ચાર ખેલી દબોચાયા  : આ વચ્ચે ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ભુજ તાલુકાના નાગોર ગામે જુગાર બાબતે દરોડો પાડીને ગામના પ્રવીણ વીરજી સોરઠિયા, અરાવિંદ જીણાભાઇ સોરઠિયા, વિશનજી વેલજી સોરઠિયા અને ઇબ્રાહીમ ઇસા જતને ગંજીપાના વડે જુગાર રમતા રૂા. 10250 સાથે પકડી પાડયા હતા તેવી વિગતો પોલીસે આપી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer