રાષ્ટ્રીય સ્વાભિમાનના સૂત્રોથી માંડવી ગાજી ઊઠયું

રાષ્ટ્રીય સ્વાભિમાનના સૂત્રોથી માંડવી ગાજી ઊઠયું
માંડવી, તા. 14 : 73મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સવારે અહીંની `આપણી નવરાત્રિ દ્વારા' `અખંડ ભારત યાત્રા'નું આયોજન કરાયું હતું. કાંઠાવાળા નાકે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પ્રવેશ દ્વારેથી ધારાસભ્ય, નગરપતિ દ્વારા પ્રસ્થાન કરાવાયેલી મહારેલીમાં 12 શિક્ષણ સંસ્થાઓના 1200 જેટલા છાત્રો-છાત્રાઓએ રાષ્ટ્રીય સ્વાભિમાનના સૂત્રોચ્ચાર સાથે સમરસતાનો સંદેશ આપ્યો હતો. `આપણી નવરાત્રિ'ના સૂત્રધાર દેવાંગભાઇ દવે, ભરતભાઇ વેદ, વસંતબેન સાયલ, મૂલેશ દોશી, ગોરધન પટેલ `કવિ' દ્વારા આયોજિત `અખંડ ભારત યાત્રા'ને પ્રસ્થાન કરાવતાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ મેહુલ શાહ, દિલીપભાઇ ત્રિવેદીએ નવી પેઢીના રાષ્ટ્રીય ગૌરવના પ્રતિપોષક આયોજનને બિરદાવ્યું હતું. `સુરક્ષિત સીમા સમર્થ ભારત,' `એક ભારત શ્રેષ્ઠ ભારત', `િદવ્ય ભારત અખંડ ભારત' જેવા સ્લોગનોવાળા બેનરોધારી છાત્રોવાળું પ્રોસેસન શાક માર્કેટ, કે.ટી. શાહ રોડ, આંબા બજાર, કંસારા બજાર, હવેલી ચોક, સાંજીપડી થઇને મહિલા બાગ પાસે વિરામ પામ્યું હતું. અંતિમ ચરણમાં મોવડી દિલીપભાઇ ત્રિવેદીએ આઝાદીનું મહત્ત્વ, ગૌરવ ગાથા અને અનેકોની બલિદાનીને હૃદયસ્થ રાખવા શીખ આપી હતી. સમાપન સ્થળે આયોજકો વતી મહેમાનોનો સત્કાર કરાયો હતો. શેઠ ખી.રા. કન્યા વિદ્યાલય, એસ. કે.આર.એમ. (અંગ્રેજી માધ્યમ) સ્કૂલ, રામકૃષ્ણ હાઇસ્કૂલ, ઝવેરબાઇ હંસરાજ ત્રણ ટુકર કન્યા વિદ્યાલય, શેઠ ગો.હ. ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલય, એઇમ્સ સ્કૂલ, લી.મો. ભીમાણી પ્રા. શાળા, ગ્લોબલ ઇન્ટર નેશનલ સ્કૂલ, ર.મુ. કન્યા શાળા, ગો. બાંભળાઇ પ્રા. શાળા, વી.આર.ટી.આઇ. પ્રા. શાળા સહિત શિક્ષણ સંસ્થાનોના છાત્રોને પ્રિ. હંસાબેન પંડયા, પ્રિ. મોહનભાઇ મહેશ્વરી, પ્રિ. હિનાબેન શાહ, મીનાક્ષીબેન ચૂડાસમા, ભાવનાબેન ગોસ્વામી વિ.એ પ્રોત્સાહન આપ્યું હતું. પ્રારંભે અતિથિઓના હાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. પ્રસ્થાન વેળાએ તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી,ઉ.પ્ર. રાણશીભાઇ ગઢવી, કા.ચેરમેન પ્રદ્યુમનસિંહજાડેજા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઇ ગોહિલ, નરેનભાઇ સોની, રાજેન્દ્રસિંહ જાડેજા,રાજુ કાનાણી વિ. જોડાયા હતા. સંચાલન મૂલેશ દોશીએ  કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer