સી.એ. ફાઇનલમાં દેશમાં 21મા ક્રમે ઉત્તીર્ણ થતો ભુજનો યુવાન

સી.એ. ફાઇનલમાં દેશમાં 21મા ક્રમે ઉત્તીર્ણ થતો ભુજનો યુવાન
ભુજ, તા. 14 : નક્કર આયોજન અને ચુસ્ત અમલીકરણના સહયોગ થકી અહીંના વેનિલ વિજયભાઇ શાહે તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અઘરી અને મહેનત માંગી લેતી ફાઇનલ ડિગ્રીમાં પ્રથમ પ્રયાસે સમગ્ર ભારતમાં 21મા નંબરે ઉત્તીર્ણ થઇ સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે. મહામહેનતે પ્રાપ્ત થતી આ ઝળહળતી સિદ્ધિ મેળવનાર વેનિલે અગાઉ 10મા ધોરણમાં કચ્છમાં સાતમો તેમજ 12મા ધોરણમાં ત્રીજો ક્રમ મેળવીને ગૌરવભરી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સી.એ.ની આઇ.પી.સી.સી.માં સમગ્ર ભારતમાં 41મો ક્રમ મેળવ્યો હતો. સી.એ.ની ડિગ્રી ધરાવતા મોટાભાઇ?જેકિલ શાહના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ મેળવનાર વેનિલ ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરવાની સાથે કોન્સેપ્ટ એકેડેમીના માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાની મહેચ્છા ધરાવે છે. અભ્યાસ પ્રત્યે સિરિયસ નહીં પણ સિન્સિયર થવાનો અભિગમ અપનાવી કારકિર્દી ઘડવાની વિદ્યાર્થીઓને સલાહ તેમણે આપી છે. પરિવાર તેમજ મિત્રવર્તુળમાંથી તેમને અભિનંદન મળી રહ્યાં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer