મિંદિયાળામાં 3.12 કરોડના ખર્ચે નિર્મિત હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું

મિંદિયાળામાં 3.12 કરોડના ખર્ચે નિર્મિત  હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું
ભુજ, તા. 14 : સરકારે બધા સમાજ માટે ભણવાના દરવાજા ખોલી દીધા છે. ક્યાંય ઘટ પડવા નહીં દેવાય, એમ મિંદિયાળા ખાતે રૂા. 3.12 કરોડના ખર્ચે નવી બનનારી સરકારી હાઈસ્કૂલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું. અંજાર તાલુકાના મિંદિયાળા ગામે સમારોહમાં યોજાયેલા કાર્યક્રમમાં અંજાર તા. ભાજપ અધ્યક્ષ શંભુભાઈ આહીરે આ તકે માલધારી સમાજના વિદ્યાર્થીઓ માટે સિઝનલ હોસ્ટેલ સુવિધા પણ આપવામાં આવી હોવાનું જણાવી માલધારી સમાજને શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો. તાલુકા ભાજપ મહામંત્રી મશરૂભાઈ રબારીએ પણ મિંદિયાળામાં ખાસ કિસ્સામાં હાઈસ્કૂલ મંજૂર કરાઈ હોવાનું ઉમેર્યું હતું. રાજ્યમંત્રી?શ્રી આહીરનું ભાજપ કિસાન સેલના સજુભા જાડેજા તેમજ પ્રદ્યુમનસિંહના હસ્તે કચ્છી પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે મિંદિયાળાના અગ્રણી કરણાભાઈ રબારીએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, સરપંચ રણમલભાઈ રબારી, ઉપસરપંચ વિરમભાઈ, કાના વંકા રબારી, રૂપાભાઈ રબારી, રાજાભાઈ રબારી, શિક્ષણ નિરીક્ષક વસંત તેરૈયા, મદદનીશ શિક્ષક નિરીક્ષક હર્ષદ ગરવા, નાકાઈ શ્રી બલદાણિયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન બાબુભાઈએ તેમજ આભારદર્શન માધ્યમિક શાળાના મનીષ પરમારે કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer