આજે કડક સુરક્ષા વચ્ચે આઝાદીદિન ઉજવાશે

નવી દિલ્હી, તા. 14 : દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ઉજવણી કરવામાં આવશે. ઉજવણીને લઇને અભૂતપૂર્વ સુરક્ષા સહિતની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસે નવી સરકાર આવ્યા બાદ પ્રથમ વખત સંબોધન કરશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની હાલમાં નાબૂદી બાદ અને પ્રચંડ બહુમતી સાથે તેમની સરકાર બીજીવખતે આવ્યા બાદ આવતીકાલે મોદી તેમના સંબોધનમાં લોકો માટે શું જાહેરાત કરશે.  તેના પર તમામ રાજકીય પંડિતો અને અન્યોની બાજ નજર છે. આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સતત છઠ્ઠા ઐતિહાસિક સંબોધનને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મોદી જ્યારે  ભાષણ કરશે ત્યારે આશરે 10000 લોકો હાજર રહેશે. ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-17 હેલિકોપ્ટર તૈનાત રાખવામાં  આવનાર છે. અત્યાર સુધી સ્વતંત્રતા દિવસે માત્ર એમઆઇ-35 તૈનાત કરવામાં આવતાં હતાં. હવાઇદળના આઠ હેલિકોપ્ટર માત્ર?લાલ કિલ્લાની આસપાસ જ નહીં, બલ્કે સમગ્ર દિલ્હી એનસીઆર પર નજર રાખશે. સાવચેતીના તમામ પગલાં લેવાયાં છે. અધિકારીએ કહ્યું કે, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિટેકશન ટીમની મદદથી વિસ્તાર દરરોજ એક ડઝન વખત સાફ કરવામાં આવે છે. ક્વિક રિએકશન ટીમો  મોરચા સંભાળી ચૂકી છે. લાલ કિલ્લાની નજીક એક દિવસ માટે મેટ્રો ટ્રેનને બંધ રાખવામાં આવશે. તેની બંને બાજુએ ગાર્ડ તૈનાત કરવામાં આવી ચૂક્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer