ત્રીજી વન-ડે વરસાદને લીધે અટકી : વિન્ડિઝ 2 વિકેટે 158 રન

પોર્ટ ઓફ સ્પેન, તા. 14 : ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાવાનો પ્રારંભ થયો હતો, પરંતુ વરસાદના કારણે  અટકી ગઇ હતી. ભારતીય ટીમ આ પ્રવાસમાં મર્યાદિત ઓવરની વન-ડે મેચ એકપણ હારી નથી. આ લખાય છે ત્યારે મેચ બંધ થઇ ગઇ છે, પરંતુ વિન્ડિઝે ટોસ જીતીને દાવ લીધા બાદ 22 ઓવરમાં બે વિકેટે 158 ર કર્યા હતા. ક્રિસ ગેલ અને ઇવિન લુઇસે કેરેબિયન ટીમને મજબૂત શરૂઆત આપી હતી. બંને ઓપનરોએ 7મી ઓવરમાં જ 50 રનોની ભાગીદારી પૂરી કરી લીધી હતી. 22 ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 2 વિકેટે 158 રન છે. હેટમાયર 18 અને હોપ 19 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. પોતાની અંતિમ વન-ડેમાં ક્રિસ ગેલે 41 દડામાં 72 કર્યા હતા. જ્યારે લેવિસે 29 દડામાં 43 રન કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer