ભચાઉમાં રિક્ષામાંથી દારૂ સાથે એકની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : ભચાઉના માનસરોવર રેલવે ફાટક પાસેથી પોલીસે એક રિક્ષામાંથી રૂા. 5200ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સો હાથમાં આવ્યા નહોતા. ભચાઉના માનસરોવર રેલવે ફાટક પાસેના રોડ પરથી પસાર  થતી રિક્ષા નંબર જીજે 12 એ ઝેડ  2314ને રોકાવી પોલીસે તેની તલાશી લીધી હતી. આ રિક્ષામાંથી  શરાબ નીકળતા મુસ્તાક ઉર્ફે ગુલામ જુમા લુહારની ધરપકડ કરવામાં આવી હતી.  જ્યારે રઝાક ઈબ્રાહીમ ચૌહાણ નામનો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો.  તો રૂા. 5200ની 10 બોટલ આપનાર હિતેશ કરશન કોળી પણ પોલીસના સકંજામાં આવ્યો નહતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer