કચ્છમાં સારા વરસાદ થકી ધરતીપુત્રોએ 2.71 લાખ હેક્ટરમાં વાવણીકાર્ય આરંભ્યું

ભુજ, તા.14 : કચ્છમાં ગત 9મીથી થયેલા સચરાચારા વરસાદ થકી ખેડૂતોએ મગ, દિવેલા, ઘાસચારા સહિત 2.71 લાખ હેક્ટરે વાવેતર કર્યું છે. જો કે, હજુ આ આંક 4 લાખને આંબે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.  જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.આઈ. શિહોરાએ આપેલી વિગતો મુજબ કચ્છમાં રાપર, ભચાઉ, નખત્રાણા, માંડવી અને લખપત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઈ જતાં ખેડૂતો વાવણીકાર્યમાં જોતરાઈ ગયા છે અને હાલ 2,71,082 હેક્ટરમાં વાવેતર કર્યું છે. જો કે, આવતા અઠવાડિયા દરમ્યાન આ વાવેતરનો આંક 4 લાખ હેક્ટરને આંબે તેવી પૂરેપૂરી શક્યતા પણ છે. આ વરસાદ થકી ખેડૂતોએ કુલ 57898 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. કારણ કે ઘાસચારો ભેજવાળી જમીનના કારણે જલ્દી ઊગી નીકળે છે. જેમાં રાપર તાલુકામાં સૌથી વધુ 21770 હેક્ટર, ભચાઉ 18,000, ભુજ 6048, માંડવી 4474, અંજાર- 2720, નખત્રાણા- 1482, મુંદરા 1433, અબડાસા 845 અને ગાંધીધામમાં 62 હેક્ટરે ઘાસચારાનું વાવેતર કર્યું છે.  આ ઉપરાંત ખેડૂતો દ્વારા મગ, દિવેલા અને તલ, એરંડા સહિતના બિયારણની મોટાપાયે ખરીદી કરી છે. જેમાં દિવેલાનું 41929 હેક્ટરમાં વાવેતર કરાયું છે.  દિવેલાના વાવેતરમાં પણ રાપર તાલુકો મોખરે રહ્યો છે અને અહીં 13435 હેક્ટર, નખત્રાણામાં 10047, ભચાઉ 6200, ભુજ 5691, અંજાર 2480, માંડવી 1558, લખપત 1270, અબડાસા 742 અને મુંદરા તાલુકામાં સૌથી ઓછું 506 હેક્ટરે વાવેતર કરાયું છે.  જ્યારે મગનું વાવેતર રાપર તાલુકામાં 12670, ભચાઉ 3210, માંડવી 3080, અબડાસા 2126, લખપત 1700, ભુજ 1039, નખત્રાણા 944, મુંદરા 177 અને સૌથી ઓછું અંજાર 60 અને ગાંધીધામ 15 હેક્ટરમાં વાવેતર થયું છે.  અન્ય પાકો પર નજર કરીએ તો જિલ્લામાં બાજરી 14564, ગુવાર 38889, કપાસ પિયત અને બિનપિયત 52686, મગફળી 17057, મઠ 4777, તલ 11627, જુવાર 1100, અડદ 165, તુવેર 50, મીંઢિયાવડ 980, શેરડી 30 અને શાકભાજીનું 4309 હેક્ટરમાં વાવેતર કરાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer