ગાંધીધામની શાળા આસપાસ વધતાં દબાણને લઈ મુશ્કેલી

ગાંધીધામ, તા. 14 : શહેરના ગુરુકુળ વિસ્તરમાં આવેલી પી.એન. અમરશી શાળા પાસે વધી રહેલાં દબાણને કારણે ઊભી થતી ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે શાળાએ  પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. પી.એન. અમરશી શાળાએ  રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે શાળામાં 2100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.   હાલમાં  શાળાના મુખ્ય દરવાજા પાસે  સ્થાનિક રહેવાસીઓ દ્વારા દિન-પ્રતિદિન ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યા છે. આ પૈકી  એક  મકાન માલિક  દ્વારા  મકાન બાંધકામનો મલબો શાળાની દીવાલ પાસે નાખવામાં આવ્યો છે જેને કારણે વિદ્યાર્થીઓને શાળા છૂટવાના સમયે ભારે હાલાકી વેઠવી પડી  રહી છે. વધુમાં જણાવ્યું હતું કે  સ્થાનિક રહેણાંક માલિકો દ્વારા  તેમના રહેણાક દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે જેથી શાળાના મુખ્ય દરવાજા પાસેનો રસ્તો સાંકડો થયો છે. શાળાએ વિદ્યાર્થીઓને  મૂકવા  અને લેવા આવતી વેળાએ ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને ભવિષ્યમાં  ગંભીર અકસ્માત થવાની ભીતિ પણ આ પત્રમાં વ્યકત કરાઈ  છે. વિદ્યાર્થીઓના હિતમાં    અહીં થયેલાં દબાણો દૂર કરી આ માર્ગ પહોળો કરવા માંગ કરાઈ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer