પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં 8.66 કરોડની સહાય ચૂકવાઇ

ભુજ. તા. 14 : પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા કચ્છમાં 20,541 સગર્ભા માતાઓને રૂા. 8,66,42000ની સહાય ચૂકવાઇ છે. શાળા અધ્યક્ષના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા તરીકે રજિસ્ટ્રેશન કરાવનારી માતાને ત્રણ તબક્કામાં રૂા. 5 હજારની સહાય ચૂકવવામાં આવે છે, જેમાં કોઈપણ ગામમાં આંગણવાડી વર્કરનો સંપર્ક કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં મુખ્ય સેવિકા અથવા ઘટક લેવલે યોજનાના પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરાયા બાદ તેમાં બેંક ખાતાની વિગત, આધારકાર્ડ નંબર સાથે ફોર્મ ભરાયા બાદ પ્રથમ તબક્કે રૂા. 1 હજાર ભારત સરકાર દ્વારા ખાતામાં સીધા જમા કરવામાં આવે છે, ત્યારબાદ છ માસે 2 હજાર અને બાળક જન્મયા બાદ તેના રસીકરણ કરાયા પછી બાકી 2 હજારનું ચૂકવણું કરવામાં   આવે છે. આ યોજનાનો લાભ લેવા નજીકના આંગણવાડી  કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer