કચ્છના 44 મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોને સુપરવાઇઝર તરીકે બઢતી

ભુજ, તા. 14 : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકા કક્ષાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 44 જેટલા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોને મલ્ટિપર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાંથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાતાં રાષ્ટ્રીય કાર્યક્રમોને વેગ મળશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી વિગતો મુજબ પી.એચ.સી. અને તાલુકા કક્ષાએ વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ પર પુરુષ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરોને સિનિયોરિટી પ્રમાણે સુપરવાઇઝરો તરીકે બઢતી અપાતાં રાષ્ટ્રીય કાર્યક્રમોને વેગ મળશે. હાલ વરસાદના કારણે રાપર, લખપત, બન્ની જેવા વિસ્તારોમાં સિઝન ફ્લુ, ટી.બી., મહિલાલક્ષી આરોગ્ય કામગીરીને વેગ મળશે તેમ આ સુપરવાઇઝરો રોગચાળા નિયંત્રણમાં પણ મદદરૂપ બનશે. આ બઢતીથી માધાપર, દહીંસરા, માથક, દેશલપર (વા), જખૌ, નિરોણા, જૂના કટારિયા, મંગવાળા, ગુંદિયાળી, કોડાય, ભીરંડિયારા, ગોરેવાલી, ગોધરા, મનફરા, બેલા, આધોઇ, તલવાણા, નાની તુંબડી, ગેડી, નેત્રા, નાના આસંબિયા, દેશલપર (ગું), કોઠારા, વિથોણ, ધાણેટી, રવાપર, મીઠી રોહર, માતાના મઢ, ચિત્રોડ, ના.સરોવર, દરશડી, ભીમાસર, સામખિયાળી, મેઘપર (બો.) દિનારા, ગાંધીધામ, આમરડી, ભદ્રેશ્વર, સંઘડ, ચાંદ્રાણી, મોટા કાંડાગરા, ધોળાવીરા અને વાંકી ગામને સુપરવાઇઝરો મળ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer