આજે કચ્છભરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે

શહેરના માજી હોમગાર્ડઝ સભ્યો - ભાઇ-બહેનો દ્વારા સવારે 10.30 વાગ્યે ભુજ ખાતે એન.સી.ઓઝ. ઇસ્માઇલભાઇ જુણેજાના હસ્તે ધ્વજવંદન બાદ જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ સાથે વીર શહીદોને અંજલિનો કાર્યક્રમ સંસ્થાના કાર્યાલય ખાતે.કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંસ્થાના મંત્રી દીપાલીબેન શુકલ તથા શાળા નં. 13ના આચાર્ય નીલેશભાઇ ગોર દ્વારા ધ્વજવંદન સવારે 9 કલાકે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ખાતે સવારે 9.30 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ. બહુમાળી ભવન ધિરાણ ગ્રાહક સહકારી મંડળી દ્વારા તા. 15ના સવારે 9.30 વાગ્યે બહુમાળી ભવન પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ એમ. એસ. કાંથડ (નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડયૂટી)ના હસ્તે. બહુમાળી ભવનમાં ફરજ બજાવતા તમામ ભાઇ-બહેનોની ઉપસ્થિતિ. સત્યમ દ્વારા ધ્વજવંદન તથા બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા. ભાગ લેવા ઇચ્છુકોએ દર્શક અંતાણી, સી-98, શેરી નં. 5, નરસિંહ મહેતા નગરનો સંપર્ક. ગાંધીધામ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી તા. 15ના સવારે 10.30 વાગ્યે `કરૂણા વિહાર' કન્યા છાત્રાલય ખાતે. મુંદરા : જવાહર ચોક ખાતે સવારે 9.30 વાગ્યે સરપંચ ધર્મેન્દ્ર જેસરના હસ્તે ધ્વજવંદન. મોટા સલાયા (તા. માંડવી) : મદીના હોસ્ટેલના પ્રાંગણમાં સવારે 9.30 વાગ્યે સંસ્થાના સહમંત્રી હાજી ગુલામહુસેન સમેજાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ. માંડવી : વિકલાંગ કન્યા છાત્રાલય : અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત છાત્રાલયમાં સવારે 10.15 વાગ્યે સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીરના હસ્તે ધ્વજવંદન. જાયન્ટ્સ ગ્રુપ : સવારે 11 વાગ્યે આઝાદ ચોક ખાતે સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ ત્રિવેદીના હસ્તે, સંસ્થાના સભ્યો, નગરજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન. જૈન નૂતન પ્રા. શાળા નં. 3 અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા 9.15 વાગ્યે શાળાના પટાંગણમાં, જાયન્ટ્સ ગ્રુપ પ્રમુખ યોગેશભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન, શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ થશે. ખલ્ફાન પ્રા. શાળા : જિલ્લા પંચાયત સંચાલિત બંદર રોડ પર આવેલી ખલ્ફાનભાઈ દાણામી પ્રા. શાળા ખાતે સવારે 8.30  વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના હસ્તે ધ્વજવંદન. તાલુકા ગ્રુપ પ્રા. શાળા : જિલ્લા પંચાયત સંચાલિત, નવાપુરા વિસ્તારમાં આવેલી તાલુકા ગ્રુપ પ્રા. શાળા નં. 1 (દરબારી પ્રા. શાળા)માં સવારે 9 વાગ્યે સાહેલી ગ્રુપના પ્રમુખ જ્યોતિબેન મોતાના હસ્તે ધ્વજવંદન. જિલ્લા પંચાયત સંચાલિત હવેલી ચોકમાં આવેલી ઇ.પ. કન્યા શાળામાં મીનાબેન ભગવાનજી સોનીના હસ્તે સવારે 9.30 કલાકે ધ્વજવંદન. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer