`કચ્છમિત્ર'' પર શુભેચ્છાઓની વર્ષા

`કચ્છમિત્ર'' પર શુભેચ્છાઓની વર્ષા
ભુજ, તા. 20 : કચ્છીઓ અને દેશાવરમાં વસતા હમવતનીઓના દિલના ધબકાર સમા પ્રિય અખબાર `કચ્છમિત્ર'ના 73મા જન્મદિને આજે દિવસભર `કચ્છમિત્ર ભવન' અને તાલુકાઓના બ્યૂરોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અને સાંસદ વિનોદભાઇ?ચાવડાએ કચ્છમિત્રના મૂલ્યનિષ્ઠ અને લોકલક્ષી પત્રકારત્વની પ્રશંસા કરી હતી. સવારથી કાર્યાલય ખાતે વિવિધ?ક્ષેત્રના આગેવાનો, અગ્રણી નાગરિકોએ રૂબરૂ, ટેલિફોન સાથે શુભેચ્છાઓરૂપી લાગણી વ્યક્ત કરી હતી. 72 વર્ષ પૂર્ણ થતાં 72 પાનાંનો `કચ્છ બ્રાન્ડ' પૂર્તિઓ સહિતનો દળદાર અંક વાચકોએ વધાવી લીધો હતો. તો સોશિયલ મીડિયા પર પણ `કચ્છમિત્ર'નો જન્મદિન સ્વજનની જેમ છવાયેલો રહ્યો હતો. દરમ્યાન, `કચ્છમિત્ર'ને પૂર્વ ધારાસભ્યો મોહનભાઇ?શાહ, મહેશભાઇ ઠક્કર, શંકરભાઇ સચદે, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઇ?ખંડોલ, ધી ભુજ કોમર્શિયલ કો. ઓપ. બેંક લિ.ના ચેરમેન હિતેશ ચત્રભુજ ઠક્કર, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ પ્રફુલ્લ શાહ, સેક્રેટરી શૈલેન્દ્ર રાવલ, ટ્રેઝરર શૈલેશ ઠક્કર, એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, ભુજ ફૂટવેર મર્ચન્ટ એસો.ના પ્રમુખ?રાજન વી. મહેતા, ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ અજાણી, રાજેન્દ્રભાઇ?ટાંક, મેહુલ ઠક્કર, પપ્પુભાઇ?ઠક્કર, ઝુબીનભાઇ?ઠક્કર, જગદીશ?સી. ઠક્કર, અદાણી ગ્રુપ વતી નિરંજનભાઇ એન્જિનીયર, નેશનલ એસો. ફોર ધ?બ્લાઇન્ડ વતી પ્રમુખ અભય શાહ, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી મનોજ જોષી, ટ્રેઝરર પ્રકાશ ગાંધી, ગુજરાત રેડક્રોસના ચેરમેન ડો. ભાવેશ આચાર્ય, ફોટોગ્રાફર એસો.ના પરેશ?કપ્ટા, પ્રકાશ ગાંધી, પરાગ કપ્ટા, બાલકૃષ્ણ ટાયર કું. લિ.ના સાગર કોટક, સુઝલોનના સિનિ. મેનેજર મુરલી ક્રિષ્નન પિલ્લઈ, અજય ધોળકિયા, લોહાણા સમાજના અગ્રણી બાલકૃષ્ણ ઠક્કર, હર્ષદ?ઠક્કર (હકી), કોંગ્રેસના પ્રદેશ આગેવાન આદમભાઇ બી. ચાકી, ઘનશ્યામસિંહ ભટ્ટી, રોયલ ફાઉ.ના અનવર નોડે,  કચ્છ યુવક સંઘના દિલીપભાઇ દેશમુખ વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી. જૈન સમાજના આગેવાન મહેશ મહેતા, વી.બી.સી.ના પ્રમુખ અશોકભાઇ? ખંડોર, વાડીલાલભાઇ મહેતા, સહમંત્રી ધનસુખ દોશી, રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. રોટરી વોલસિટીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ સતીશ દાવડા, પા. પ્રેસિડેન્ટ આનંદ મોરબિયા, પ્રમુખ ધર્મેશ મહેતા, સેક્રેટરી બ્રિજેશ આચાર્ય, દત્તુ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલા, જન્મભૂમિ જૂથના પત્રોના મુખ્ય તંત્રી કુંદનભાઇ વ્યાસને રૂબરૂ શુભેચ્છા આપી હતી. દરમ્યાન, શુભેચ્છકોનો કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ અને મેનેજર શૈલેષભાઇ કંસારાએ આભાર માન્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer