વાચકોનો ભરોસો એ જ કચ્છમિત્રની અસ્મિતા

વાચકોનો ભરોસો એ જ કચ્છમિત્રની અસ્મિતા
અંજાર, તા. 20 : કચ્છ જિલ્લાનું નીડર, નિષ્પક્ષ, તટસ્થ, વિશ્વસનીય અને કચ્છની પ્રજાના હૃદયમાં સ્થાન પામેલા કચ્છમિત્ર દૈનિકના 73મા જન્મદિન પ્રસંગે અંજાર ખાતે ખાસ ઉજવણી કરાઈ હતી. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના નૂતન સમાજ ભવન ખાતે આયોજિત સ્નેહમિલનમાં દીપ પ્રાગટય બાદ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ગાદીપતિ પૂ. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, કચ્છમિત્રના નિત્ય સંસ્કારી વાંચનથી દરેક સભ્યતા સાથે સંસ્કાર મેળવે છે. સમગ્ર અઠવાડિયા દરમ્યાન સંસ્કારી વાચન પીરસતું ગુજરાતનું પ્રથમ અખબાર હશે. તેમણે?ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યમંત્રી અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, કોઈ પણ અખબારની સફળતાનો આધાર તેની ટીમ અને કેપ્ટન પર હોય છે.  વાચકોનો ભરોસો એ જ કચ્છમિત્રની અસ્મિતા છે. આ પ્રસંગે તેમણે કચ્છમિત્રને શુભેચ્છા પાઠવી હતી. સુધરાઈના યુવા નગરપતિ રાજેશભાઈ પલણે જન્મદિન પ્રસંગે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, અંજાર શહેરના પ્રશ્નોને વાચા આપવા હંમેશાં સહયોગ મળ્યો છે.  કાર્યક્રમમાં રશ્મિનભાઈ પંડયાએ વાચક પરિવારને સંબોધતાં જણાવ્યું હતું કે, વાચક પરિવાર જ કચ્છમિત્રની મૂડી છે.  કાર્યક્રમના પ્રારંભે અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવો વલમજીભાઈ હુંબલ, ભરતભાઈ શાહ, બલરામભાઈ જેઠવા વગેરેનું સ્વાગત કરાયું હતું. સૂરજસિંહ ચૂડાસમા, શિલ્પાબેન ભટ્ટ, રામકૃષ્ણ મિશનના સુરેશભાઈ છાયા, વસંતભાઇ કોડરાણી, દશનામ ગોસ્વામી સમાજના મંત્રી નીલેશગિરિ ગોસ્વામી, હીરલ શાહ, ખત્રી ઇસ્માઇલ અબ્દુલ લતીફ વગેરેનું સન્માન કરાયું હતું. ત્રણ પેઢીથી `કચ્છમિત્ર' સાથે સંકળાયેલા રશ્મિનભાઇ પંડયા તથા વિવેકભાઇ પંડયાનું શાલ તથા કચ્છી પાઘડીથી સન્માન કરાયું હતું. સમારંભમાં ઉપસ્થિત વાચક પરિવારના હસ્તે `કેક' કાપી અનોખી ઉજવણીમાં `હેપ્પી બર્થ-ડે ટુ યુ કચ્છમિત્ર'ના નારા ગુંજી ઊઠયા હતા. આ પ્રસંગે કચ્છમિત્રના કાર્ટૂનિસ્ટ રમેશભાઇ દેવરિયાએ કચ્છી ગીત-સંગીતના સૂરો રેલાવી પ્રસંગને દીપાવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઇ?કોઠારી, ડેની શાહ, બ્રહ્મસમાજના અનિલ પંડયા, અખિલ ભારતીય યાદવ મહાસભા-કચ્છના પ્રમુખ ત્રિકમભાઇ?આહીર, સંજય દાવડા, જીવાભાઈ આહીર, અંજાર શહેર મીઠાઇ-ફરસાણ એસોસીએશનના પ્રમુખ અમરીશભાઇ કંદોઇ, તેજશ મહેતા, જૈન સમાજના અગ્રણી, જગદીશ શાહ, મનજીભાઇ?આહીર, સતાપરના પૂર્વ સરપંચ દિનેશભાઇ માતા, ઉપસરપંચ શિરીષભાઇ માતા, નવીન ચંદે, શિરીષભાઇ  હરિયા, વેલાભાઇ જરૂ, જેરામભાઇ રાવલિયા, અંજાર ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ ત્રિકમભાઇ આહીર,  જિજ્ઞેશ દોશી, હીરલભાઇ શાહ, વીનેશભાઇ ઠક્કર, બાલુભાઇ ઠક્કર, ખત્રી ઇસ્માઇલ હાજી અબ્દુલ લતીફ, નેહલ દલાલ, હિતેનભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.  સંચાલન અને આભારવિધિ સંજય પરમારે કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer