`કચ્છમિત્ર''ને લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે

`કચ્છમિત્ર''ને લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે
ગાંધીધામ, તા. 20 : `કચ્છમિત્ર'એ સમાચારના માધ્યમથી કચ્છની સાચા મિત્ર તરીકે સેવા કરી છે. કચ્છના સુખ-દુ:ખનું સાથી રહ્યું છે. આ અખબારને લોકોએ પોતીકું માની હૃદયમાં સ્થાન આપ્યું હોવાની લાગણી સાંસદ વિનોદભાઈ ચાવડાએ 73મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમાં વ્યકત કરી હતી. ગાંધીધામ ન્યૂઝ બ્યુરો દ્વારા આયોજિત ઉજવણી કાર્યક્રમમાં સંબોધન કરતાં સાંસદે જણાવ્યું હતું કે, બાળપણથી જ `કચ્છમિત્ર' વાંચવાની આદત હતી. જો કયારેક વાંચવાનું ચુકાઈ જાય તો અગાઉનું `કચ્છમિત્ર' વાંચ્યા બાદ જ તે તારીખનું અખબાર વાંચતો હોવાનું આનંદ સાથે જણાવ્યું હતું. આ અખબાર સાથે જોડાયેલા પરિવારોએ સમાચારના માધ્યમથી સમાજની સેવા કરી હોવાની લાગણી વ્યકત કરી `કચ્છમિત્ર' દ્વારા સામાજિક જવાબદારી નિભાવવા યોજેલા કાર્યક્રમોને પણ આ મંચ ઉપરથી તેમણે યાદ કર્યા હતાં. રેલવે પ્રશાસનના એરિયા રેલવે મેનેજર આદિશ પઠાનિયાએ આપણા દેશનું માન અન્ય  દેશોમાં વધ્યું છે તેનું કારણ મજબૂત સંસદીય પ્રણાલી છે. આ મજબૂત સંસદીય પ્રણાલીના સ્થાપકો પણ પત્રકાર અને વકીલ   હતા. માધ્યમોને લોકશાહીની ચોથી જાગીર તરીકે ગણવામાં આવે છે. દેશના મોટા અખબારોમાં પ્રકાશિત થતા સામચારો પ્રશાસનને હલબલાવી  નાખે છે. અંગ્રેજી અખબાર સંશોધનાત્મક પત્રકારત્વની ખૂટતી કડી કચ્છમાં `કચ્છમિત્ર' પૂરતું હોવાની લાગણી વ્યકત કરી ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરી સત્ય ઉજાગર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.  ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ `કચ્છમિત્ર' કચ્છનું ખરા અર્થમાં મિત્ર હોવાની લાગણી વ્યકત કરી હતી. આપણી નાની-મોટી ભૂલ હોય તો  `કચ્છમિત્ર' સાચી દિશા બતાવતું હોવાનું જણાવી સમગ્ર પરિવારને સ્થાપનાદિનની શુભકામના પાઠવી હતી. સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યાએ `કચ્છમિત્ર' પક્ષાપક્ષીથી પર રહી જે હકીકત હોય તેને ઉજાગર કરી તટસ્થ સમાચાર આપતું હોવાની લાગણી વ્યકત કરી હતી. આરંભમાં ગાંધીધામ બ્યૂરોના વડા અદ્વૈત અંજારિયાએ ઉપસ્થિત મહેમાનોને આવકારી `કચ્છમિત્ર'ની મુંબઈથી શરૂ થયેલી સફર અને ત્યાર બાદ તેની વિકાસગાથા ઉપર પ્રકાશ પાડયો હતો. આ વેળાએ ડીપીટીના લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી, ડીપીટી ઓફિસર્સ એસોસીએશનના મંત્રી રવિ મહેશ્વરી, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી, ઈન્ટુક યુનિયનના ઉપપ્રમુખ કિરીટ ધોળકિયા, ડી.સીના સચિવ સંજય મહેતા, ગાંધીધામ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર સત્યેન્દ્ર યાદવ, રાજેશ ગૌતમ, એ.આર.એમના સચિવ સંજિત સિંઘ, એમ્પલોયઝ યુનિયનના મંડલ ઉપપ્રમુખ હરફુલ કુમાવત, મજદૂર સંઘના વીરેન્દ્ર ગેહલોત, વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની, જીડીએના પૂર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, બળવંત ઠક્કર, મોમાયાભા ગઢવી, રમેશ ઘનવાણી, મારવાડી યુવા મંચના પ્રમુખ જિતેન્દ્ર સી.જૈન (શેઠિયા), ખજાનચી સંદીપ બાગરેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રદીપ જોષીએ સંભાળ્યું હતું. તેમણે જૂનાં સંસ્મરણો તાજાં કર્યા હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer