સંઘડની વાડીમાં પોલીસે દરોડો પાડી રૂા. 7.15 લાખનો દારૂ પકડયો

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના સંઘડમાં આવેલા જોગણીનાર મંદિર પાસે આવેલી એક વાડીના ઓરડામાંથી પોલીસે રૂા. 7,15,200નો દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તો બીજી બાજુ  અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાંથી  પોલીસે 96  હજારનો દારૂ પકડી પાડયો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  સંઘડમાં  દેવરાજ મંગા આહીર વાડીમાં  પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પો હતો.  દરમ્યાન  આ સ્થળેથી   દારૂની 750 મિલિની  બોટલ નંગ 576 કિંમત રૂા. 2,01,600 તથા 180 એમએલની  બોટલ નંગ 5163 કિંમત રૂા. 5, 13,600 તથા  રોકડા રૂા. 12,900 સાથે કુલે રૂા. 7,28,100નો  મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.. આ પ્રકરણમાં પોલીસે  દેવરાજ મંગા મકવાણાની ધરપકડ કરી હતી તેમજ રમેશ દેવરાજ મકવાણની સંડોવણી  સપાટી પર આવી હતી. દારૂનો જથ્થો કોનો હતો, કયાં આવ્યો હતો  તેમજ આ ગુનામાં  અન્ય આરોપીઓ  સંડોવાયેલા છે કે કેમ  સહિતના મુદ્દાને કેન્દ્રમાં રાખીને પોલીસે આગળની તપાસ આરંભી છે. દારૂનો બીજો દરોડો પોલીસે  મેઘપર કુંભારડીના ભકિતનગર-1ના મકાન નં. 204માં પાડયો હતો. પોલીસે મકાન અને છકડામાંથી દારૂની બોટલ નંગ 240 કિંમત  રૂા. 96600, તથા છકડો જીજે.12.ટી.6005 જેની કિંમત રૂા. 1 લાખ સહિત કુલે 1,96,600નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કાર્યવાહીમાં  પોલીસે જાગૃતિ વિશાલ ઠકક્રની ધરપકડ કરી હતી. તેમજ  વિશાલ ઉર્ફે લાલજી ઠકકરનું નામ ખૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer