કાલે ભુજમાં માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

ભુજ, તા. 20 : અહીંના રોટરી હોલ ખાતે માતાના મઢ જાગીર ટ્રસ્ટના સહયોગથી ભુજમાં ધોરણ 6થી 9માં અભ્યાસ કરતા 400 જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓને તા. 22ના સાંજે 6 વાગ્યે મફત નોટબુક આપવાનો એક કાર્યક્રમ રોટરીના ઉપક્રમે યોજાશે.પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરના જણાવ્યા અનુસાર રોટરી પ્રમુખ નીતિન સંઘવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર અને રમેશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં રોટરી પરિવાર દ્વારા દત્તક લેવાયેલા સ્લમ એરિયાની સ્કૂલોના 400 જેટલા બાળકોને વર્ષ દરમ્યાનના અભ્યાસ માટે નિ:શુલ્ક નોટબુકો એનાયત કરી લખપત તાલુકા સિવાયના વિસ્તારમાં પણ નોટબુકો આપવાની પહેલ કરશે. ચાલુ સાલે માતાના મઢ જાગીર તરફથી લખપત તાલુકાની તમામ શાળા-હાઈસ્કૂલોમાં અભ્યાસ કરતા 20,000 બાળકોમાં કુલ્લે બાર લાખની કિંમતની  નોટબુકો  વિતરિત કરવાનું  આયોજન કરવામાં આવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer