ધોની પર નિર્ણય માટે પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ : મોરે

ધોની પર નિર્ણય માટે પસંદગીકારોમાં   સાહસ હોવું જોઇએ : મોરે
મુંબઇ, તા. 18 : પૂર્વ સુકાની અને વિકેટકીપર-બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પર હાલ સતત ચર્ચા ચાલી રહી છે. આવતીકાલ શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની છે. એ પૂર્વ એક સમયના મુખ્ય પસંદગીકાર અને ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ કહયું છે કે ધોની સાથે વાત કરવાનું પસંદગીકારોમાં સાહસ હોવું જોઇએ અને જરૂરી નિર્ણય લેવો જોઇએ. જ્યારે દિલીપ વેંગસરે એમ કહયું કે પસંદગીકારોએ પહેલા એ નકકી કરવું જોઇએ કે કયો ખેલાડી વન ડે અને ટી-20માં ફિટ છે. પછી વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. વર્ષ 2007માં વેંગસરકર મુખ્ય પસંદગીકાર હતા ત્યારે તેમણે કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. ગાંગુલી અને દ્રવિડને વન ડે ફોર્મેટમાં વિદાય આપી હતી. આ પછી ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. કિરણ મોરે કહે છે કે હવે પછીના વિશ્વ કપની તૈયારી અત્યારથી શરૂ કરવી જોઇએ. બધાને ખબર છે કે આપણું પ્રદર્શન કેવું રહયું. એ આધારે તૈયારી થવી જોઇએ. ધોની વિશે કહયું કે પસંદગીકારો તેમની પાસે જાય અને તેની યોજના જાણે. સેહવાગે પણ કહયું છે કે ધોની ટીમ સાથે ફકત મેન્ટર બનીને રહી શકે નહીં. તેણે બેટિંગ કરવી પડે અને વિકેટકીપીંગ કરવું પડે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer