ધોની વધુ ક્રિકેટ રમે તેવું માતા-પિતા ઇચ્છતા નથી : કોચ

ધોની વધુ ક્રિકેટ રમે તેવું માતા-પિતા ઇચ્છતા નથી : કોચ
નવી દિલ્હી, તા. 18 : ધોનીની સંભવિત નિવૃત્તિ પર હવે તેના કોચ કેશવ બેનર્જીનું મહત્વનું બયાન સામે આવ્યું છે. ધોનીની પ્રતિભાને પારખીને તેને ફૂટબોલના ગોલકીપરમાંથી ક્રિકેટનો વિકેટકીપર બનાવનાર કોચ કેશવ બેનર્જીએ કહયું છે કે હું રવિવારે ધોનીના ઘરે ગયો હતો. તેના માતા-પિતા સાથે મારી વાતચીત થઇ હતી. તેમનું કહેવું છે કે ધોનીએ હવે ક્રિકેટ છોડી દેવું જોઇએ. મેં કહયું ના, તેણે હજુ એક વર્ષ રમવું જોઇએ. તે ટી-20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટને અલવિદા કરે તે સારું રહેશે. મારી આ વાતનો તેમણે (ધોનીના માતા-પિતા)એ વિરોધ કર્યો હતો અને કહયું કે તેણે હવે ક્રિકેટ છોડી ઘર સંભાળવું જોઇએ. કોચ કેશવ બેનર્જીએ કહયું કે મને એ વાતનો ગર્વ છે કે મેં એક એવો શિષ્ય પેદા કર્યો જેણે પૂરા ભારતમાં નામ રોશન કર્યું. આથી રાંચી અને તેની સ્કૂલને પૂરા દેશમાં અલગ પહેચાન મળી. મેં તો ફકત ફરજ બજાવી હતી. મેં જેટલી મહેનત કરી એથી વધુ તેણે કરી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer