બે સપ્તાહમાં હિમા દાસનો ચોથો ગોલ્ડ મેડલ

બે સપ્તાહમાં હિમા દાસનો  ચોથો ગોલ્ડ મેડલ
નવી દિલ્હી, તા. 18 : ભારતની યુવા મહિલા દોડ ખેલાડી હિમા દાસે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેણીએ બે સપ્તાહની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીતીને જબરદસ્ત દેખાવ કર્યો છે. ઝેક ગણરાજયના ટાબોર ખાતે રમાઇ રહેલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં હિમા દાસે 200 મીટરની દોડ 23.2પ સેકન્ડમાં પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. હિમા દાસનું આ સિઝનનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. પુરુષ વિભાગમાં મોહમ્મદ અનસ 400 મીટરની રેસ 4પ.21 સેકન્ડમાં સમાપ્ત કરીને સુવર્ણ ચંદ્રકનો હકદાર બન્યો હતો. હિમાએ યૂરોપની એથ્લેટિક મીટમાં આ ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer