સુપર ઓવરમાં નિશમે છગ્ગો માર્યો અને તેના કોચે અંતિમ શ્વાસ લીધા

વેલિંગ્ટન, તા. 18 : આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ શ્વાસ થંભાવી દેનારી હતી. પળેપળની ઉત્તેજના વચ્ચે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. ત્યારે સુપર ઓવરમાં છગ્ગો મારનાર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમના શિક્ષક અને મેન્ટરનું આ રોમાંચમાં હૃદયરોગના હુમલાથી નિધન થઇ ગયું હતું. હેવાલ અનુસાર સુપર ઓવરમાં નિશમે છગ્ગો માર્યા બાદ ઓકલેન્ડની ગ્રામર સ્કૂલના પૂર્વ શિક્ષક અને કોચ જેમ્સ ગોર્ડનનું દેહાંત થઇ ગયું હતું. ગોર્ડનની પુત્રી લિયોનીએ કહ્યંy કે સુપર ઓવરમાં બીજા દડે જેવો નિશમે છગ્ગો માર્યો કે તેમના પિતાના શ્વાસ અટકી ગયા. હું સમજી શકું છું કે નિશમે છગ્ગો માર્યો અને મારા પિતાએ આખરી શ્વાસ લીધા. મારા પિતાની સેંસ ઓફ હ્યુમર વિચિત્ર હતી. તેમને સારું લાગ્યું હશે કે નિશમે છગ્ગો માર્યો. આ પછી હવે નિશમે ટિવટ કર્યું છે કે ડેવ ગોર્ડન મારા હાઇસ્કૂલના શિક્ષક, કોચ અને દોસ્ત. આ રમતનો આપનો પ્યાર જબરદસ્ત હતો. ખાસ કરીને એમના માટે જેમને તમે માર્ગદર્શન આપ્યું છે. મેચની સમાપ્તિ સુધી આપે શ્વાસ રોકી રાખી. આશા છે કે આપને ગર્વ મહેસૂસ થયું હશે. આપનો આભાર. ભગવાન આપના આત્માને શાંતિ આપે. ગોર્ડને નિશમ ઉપરાંત લોકી ફર્ગ્યુસન સહિતના બીજા ઘણા ખેલાડીઓને હાઇસ્કૂલ દરમિયાન કોચિંગ આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer