સ્ટોક્સ હવે ક્યારેય સુપર ઓવરનો હિસ્સો બનવા માગતો નથી

લંડન, તા. 18 : ફાઇનલમાં નિર્ધારિત પ0 ઓવરમાં અને સુપર ઓવરમાં જોરદાર બેટિંગ કરીને ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે કહ્યુ છે કે તે સુપર ઓવર રમવા ઇચ્છતો ન હતો પણ કેપ્ટન ઇયોન મોર્ગનના કહેવા પર તેણે આ જવાબદારી સંભાળી હતી. ફાઇનલમાં ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 242 રન કરવાના હતા, પણ ઇંગ્લેન્ડની ટીમ 241 રને અટકી હતી. આથી મેચ ટાઇ થઈ હતી. સ્ટોકસ લડાયક 84 રને અણનમ રહ્યો હતો. બાદમાં સુપર ઓવરમાં પણ તેણે શાનદાર બેટિંગ કરી હતી. સ્ટોકસે કહ્યુ કે, મેં સુપર ઓવર માટે બટલરની સાથે જેસન રોયના નામનું સૂચન કર્યું હતું. આ સામે સુકાની મોર્ગને કહ્યંy લેફટી-રાઇટી બેટસમેનનું સંયોજન કરવું છે. આથી મને મોકલવામાં આવ્યો. સુપર ઓવર પણ ટાઇ થઇ હતી. આથી બાઉન્ડ્રીની ગણતરીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. સુપર ઓવરમાં બોલિંગ કરવા પણ સ્ટોકસે કહ્યંy કે મારે શાવર રૂમમાં જવું પડયું હતું. મેં પાંચ મિનિટ ગુમાવી હતી. હું નિશ્ચિત રીતે સુપર ઓવર કરવા માંગતો પણ ન હતો. સ્ટોકસે એમ પણ કહ્યું કે, જીતની ઘડીએ તે મેદાનમાં રડી પડયો હતો. હું મેદાન પર પડી ગયો હતો. મેં માર્ક વૂડનાં ચશ્માં પહેર્યાં હતાં. મને થયું કે આને તોડી નાખુ. આ સાથે તેણે એમ પણ કહ્યું કે હવે તે કયારે પણ સુપર ઓવરનો હિસ્સો બનવા માગતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer