ખંભરામાં યુવાન ઉપર જીવલેણ હુમલાના બનાવમાં ચારના જામીન નકારી દેવાયા

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના ખંભરા ગામમાં વાડીના રસ્તા મુદ્દે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પકડાયેલા ચાર તહોમતદારોના નિયમિત જામીન અંજારની કોર્ટએ ફગાવી દીધા હતા. ખંભરામાં ભુજના હનીફ ખમીશા મોખા નામના યુવાન ઉપર દોઢેક મહિના અગાઉ જીવલેણ હુમલો થયો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે 15થી 20 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં પકડાયેલા અશોકસિંહ વિક્રમસિંહ જાડેજા, જયદીપસિંહ ભરતસિંહ જાડેજા, મામદ હનીફ ઉર્ફે ઇકબાલ અલીમામદ શેખ અને જમનશા મામદશા શેખએ અગાઉ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જ્યાં આ અરજી નામંજૂર થતાં આ શખ્સોએ કાયમી જામીન માટે સાતમા અધિક સેશન્સ જજની કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ ડી. જે. મહેતાએ બંને પક્ષોની દલીલો સાંભળી આ ચારેય તહોમતદારોની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આશિષ પી. પંડયાએ હાજર રહી દલીલો કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer