ગ્રામ પંચાયત દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો કરવો જોઇએ

ગ્રામ પંચાયત દ્વારા સરકારી યોજનાઓનો લાભ  છેવાડાના માનવી સુધી પહોંચતો કરવો જોઇએ
મુંદરા, તા. 18 : તાલુકાનાં કુંદરોડી ગામે રાજ્ય સરકારની ગ્રામવિકાસ સુખાકારી માટે ગ્રામ્ય સ્તરેથી વિકાસગાથાને આગળ ધપાવવાના પ્રયાસરૂપે રૂા. 14 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ભવન નજીક ઊભા કરાયેલા શમિયાણામાં ઉદ્ઘાટા શ્રી જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, કુંદરોડીના ઉદ્યોગપતિ દાનવીર દામજીભાઇ એન્કરવાલા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, ભાજપના અગ્રણી વિશ્રામભાઇ ગઢવી સહિતનાઓએ રાજ્ય સરકારની વિવિધ યોજનાથી વિકાસની પરિકલ્પના સાકાર થાય છે તેવું કહ્યું હતું. ગ્રામ પંચાયતોએ સક્રિય રહી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતો કરવો જોઇએ. દામજીભાઇએ સરપંચની કામગીરી બિરદાવી હતી. જ્યારે કુંદરોડીના સરપંચ રસુલખાન હુસેનખાન પઠાણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય વિકાસનાં કામોમાં સૌનો સાથ મળે છે તેમ વિકાસના અન્ય કામોને સૌના સહકારથી આગળ લઇ જવામાં આવશે. આ પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાં તા.પં. પ્રમુખ પતિ નટુભા ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, ગાભુભા ગગુજી જાડેજા, જેમલજી માલાજી ચૌહાણ, ધીરુભા રતનજી જાડેજા, પુનશી ભીમા મહેશ્વરી, હારુન વલીમામદ હાલેપોત્રા, અબ્દુલ હુસેન પઠાણ, હુસેન ઉમર કોલી, હસમુખભાઇ ગોર, અશોકભાઇ મહેશ્વરી, જૈન અગ્રણી નવીનભાઇ છેડા, ભાજપ અગ્રણી વાલજીભાઇ ટાપરિયા, જુવાનસિંહ ભાટી, રવાભાઇ આહીર, પંચાયતના સભ્યો બાલુભા જાડેજા, હીરા આશા સહિતના અન્ય સભ્યો ઉપસ્થિત રહી મહેમાનોને સન્માનિત કર્યા હતા. આભારવિધિ પ્રફુલ્લભાઇ શાહે કરી હતી. આ પ્રસંગે કુંદરોડી ઉપરાંત નજીકના ગામોના ઉપરાંત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer