વર્ધમાનનગરમાં સાધર્મિક ભક્તિ કેન્દ્રનો પૂર્વ રાજ્યમંત્રીના હસ્તે પ્રારંભ

વર્ધમાનનગરમાં સાધર્મિક ભક્તિ  કેન્દ્રનો પૂર્વ રાજ્યમંત્રીના હસ્તે પ્રારંભ
ભુજ, તા. 18 : શહેરની ભાગોળે આવેલા વર્ધમાનનગરમાં સાધર્મિક ભક્તિ કેન્દ્રનો દીપ પ્રાગટય કરી પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ પ્રારંભ કરાવી દાતાઓની ભાવનાને બિરદાવી હતી. કૈવલ્યપ્રિયાશ્રીજી મ.સા. તથા જિનપ્રિયાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ચાર માસમાં અત્રે ગુરુ ભગવંતોના દર્શનાર્થે આવેલા સંઘો અને મહેમાનોની સાધર્મિક ભક્તિ તથા એકાસણા, આયંબીલ અને આયંબીલની ઓળી સહિતના દાતા રાજેન્દ્રસિંહ ભાટી, નવલબેન ભાણજી પાસડ (શેરડી-મુલુંડ) હસ્તે મહેન્દ્રભાઇ પાસડ, મૃદુલાબેન અરવિંદભાઇ વોરા (જામનગર) હસ્તે ચિંતલભાઇ?વોરા તથા અન્ય દાતાઓના આર્થિક સહયોગથી સાધર્મિક ભક્તિ કેન્દ્ર ચાલશે. આ પ્રસંગે વર્ધમાનનગરના સરપંચ જ્યોતિબેન વિકમશી, પંચાયતના સભ્ય દીપકભાઇ લાલન, શિલ્પાબેન મહેતા, કિરીટભાઇ શાહ, આશિષભાઇ શાહ, અરવિંદભાઇ શાહ અને વર્ધમાનનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ પ્રબોધ મુનવરે કરી હતી જ્યારે વ્યવસ્થા હીરાચંદ છેડા, હરીશભાઇ લોડાયા, દિલીપભાઇ મોતા, ગૌતમભાઇ શાહ, પારસભાઇ શાહ, ધવલભાઇ છેડા, મહેન્દ્રભાઇ લોડાયા વિગેરેએ સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer