મોરબી વિસ્તારના સિરામિક ઉદ્યોગની તકલીફોની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

મોરબી વિસ્તારના સિરામિક ઉદ્યોગની  તકલીફોની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ભુજ, તા. 18 : ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પીયૂષ ગોયલની સાંસદ વિનોદ ચાવડાએ મુલાકાત લઇ મોરબી વિસ્તારના સિરામિક ઉદ્યોગને પડતી તકલીફોની રજૂઆત કરી હતી. તેમની સાથે ઇન્ડિયન સિરામિક એકસ્પોર્ટ એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું. સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું કે, ઇન્ડિયન સિરામિક એક્સપોર્ટ એસોસીએશન દ્વારા તેમની રજૂઆત કરાઇ કે, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ વિસ્તારમાં સિરામિક અને પોરસ્લીન ટાઇલ્સની ભારતમાંથી ખાસ કરી મોરબીમાંથી યુ.એ.ઇ., બહેરીન સાઉદી અરેબિયા, ઓમાન, કુવેત અને ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે. જેમાં હાલમાં થયેલા સર્વે મુજબ જીસીસી કમિટી દ્વારા એકસ્પોર્ટ કરતા મેન્યુફેક્ચરના એબીસી મુજબ ગ્રેડ પાડવામાં આવશે, જે મુજબ મોટા ઉદ્યોગકારોને ડયૂટીમાં ફાયદો થશે, જ્યારે નાના ઉદ્યોગકારો, એક્સપોર્ટરોને વધુ ડયૂટી ભરવી પડશે, જેથી નાના ઉદ્યોગકારોને પોતાની ફેક્ટરીઓ બંધ કરવા જેવી પરિસ્થિતિ ઊભી થશે. સરકાર પાસે રજૂઆત કરી હતી કે, નાના અને મોટા ઉદ્યોગકારો બધાને જ સરખા ગણી નિયમ પાલન થાય, નાના ઉદ્યોગકારોને ઘણી બધી તકલીફો છે, જેમાં આ નિયમથી એક વધારો થશે. માટે વિચારણા કરી આ બાબતમાં સહકાર આપી નાના એકસ્પોર્ટરો અને ઇન્ડસ્ટ્રીઝોને જીવનદાન બક્ષવા રજૂઆત મંત્રી શ્રી ગોયલને કરાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer