નારાણપરમાં ગળેફાંસો ખાઇ ક્ષત્રિય યુવાનની આત્મહત્યા

ભુજ, તા. 18 : તાલુકાના નારાણપર ગામે અનિરુદ્ધાસિંહ હાલુભા જાડેજા (ઉ.વ.32)એ કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇ ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણી લીધો હતો. માનકૂવા પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર હતભાગી યુવાન અનિરુદ્ધાસિંહે આજે મધ્યાહ્ને તેના ઘરમાં પંખામાં ચાદર વડે ફાંસો ખાવા સાથે લટકી જઇને જીવ દીધો હતો. મરનારે શા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે આ દિશામાં છાનબીન હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer