ગાંધીધામમાં દક્ષ પ્રજાપતિ જયંતી ઊજવાઈ

ગાંધીધામમાં દક્ષ પ્રજાપતિ જયંતી ઊજવાઈ
ગાંધીધામ, તા. 18 : પ્રજાપતિ સમાજના પૂજનીય દક્ષ પ્રજાપતિ મહારાજની જન્મ જયંતી અહીં રંગેચંગે ઊજવાઈ હતી. આ અંતર્ગત બાઈકરેલી, સરસ્વતી સન્માન સમારંભ, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે સવારે રકતદાન મહાદાનના સૂત્ર સાથે રકતદાન શિબિર યોજાઈ હતી. બપોરના સમયે અનેક બાઈક સવારોની ઉપસ્થિતિમાં દક્ષ પ્રજાપતિ મહારાજની શોભાયાત્રા નીકળી હતી. જે ગાંધીધામ અને આદિપુરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંજે સરસ્વતી સન્માન સમાંરભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવનારને અતિથિઓના હસ્તે સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં માટી કલાકારી બોર્ડના ડાયરેકટર મુકેશભાઈ પ્રજાપતિ, વાઘજીભાઈ, એ.કે.પી. એસ.ના રાષ્ટ્રીય સચિવ રમેશભાઈ તથા સંકુલના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનમાં બાબુભાઈ પ્રજાપતિ, હરિશંકરભાઈ પ્રજાપતિ, વીરજીભાઈ પ્રજાપતિ, હર્ષદભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, નરેશભાઈ પ્રજાપતિ વગેરેએ સહકાર આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer