નાના-મોટા પારિવારિક ઝઘડાઓ સંદર્ભે સહનશક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે

નાના-મોટા પારિવારિક ઝઘડાઓ સંદર્ભે  સહનશક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે
ગાંધીધામ, તા. 18 : પરિવારમાં થતા નાની વાતમાં ઝઘડાઓમાં પોલીસ ફરિયાદ કરવાને બદલે થોડી સહનશક્તિ કેળવી કુનેહથી કામ લેવું જોઈએ એવી વિગતો ગાંધીધામમાં જય અંબે મહિલામંડળ તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા ત્રીઓના અધિકાર જાગૃતિ કાર્યક્રમમાં અપાઈ હતી. ત્રીઓના અધિકાર અને કાયદા પ્રત્યેની જાગૃતના સંદર્ભે આયોજિત આ કાર્યક્રમમાં માનવ અધિકાર કાર્યકર્તા રામજીભાઈ માંગલિયાએ ત્રીઓને થતા અન્યાય અને અત્યાચારના કિસ્સામાં ફરિયાદ કયાં અને કેવી રીતે નોંધાવવી, તેની કાર્યવાહી અંગે માહિતી આપી હતી. શહેરના ધારાશાત્રી પારૂલબેન સોનીએ મહિલાઓને રક્ષણ અંગેના કાયદાની વિવિધ જોગવાઈઓ વર્ણવી હતી. આદિપુર મહિલા પોલીસે સ્ટેશનના ઈન્ચાર્જ નેહલબેન અને પ્રિયંકાબેને જણાવ્યું હતું કે સહનશીલતા હદ થાય ત્યારે મહિલાઓ માટેના અલગ પોલીસ મથકમાં આવવું જોઈએ. માત્ર ઘરેલુ હિંસા જ નહીં છેડતી, સાઈબર ક્રાઈમ જેવા ગુનામાં વિના સંકોચે 181 નંબર પર સંપર્ક કરી મદદ માંગી શકો છો. વર્તમાન સમયમાં મોબાઈલને કારણે પતિ-પત્નીના સંબધો બગડયા છે. ત્રીઓએ સતત ફરિયાદ કરવાને બદલે પતિને પૂરતા પ્રમાણમાં સમય આપવો જોઈએ. ઘરમાં રહેતા સાસુ અને વહુ કે નણંદ તે પણ એક ત્રી છે. તેની સાથે પ્રેમભર્યું વર્તન કરવું જોઈએ તેવું માનવ અધિકાર મંચના વિમલબેને જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નૈષિધિબેન અંજારિયાએ કરી હતી. આયોજનમાં જય અંબે શકિત મહિલામંડળના ઉષાબેન ગોસ્વામી વગેરેએ સહકાર આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer