આદિપુર મહિલા પોલીસે માતાને બાળકો સોંપ્યાં

ગાંધીધામ, તા. 18 : આદિપુરની મહિલાને સાંતલપુર ગામે રહેતા તેના પતિએ બે બાળકીનો કબ્જો ન આપતાં મહિલા પોલીસે આ બાળકીઓનો કબ્જો મેળવી તેની માતાને પરત સોંપી હતી. આદિપુરમાં રહેનારા શોભનાબેન દેવીપૂજકનો પતિ ગણેશ દેવીપૂજક સાંતલપુર રહે છે, તેણે દોઢેક મહિના અગાઉ પોતાની પત્નીને મારકૂટ કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દરમ્યાન આ મહિલા પોતાની બે નાની બાળકીઓને લેવા પરત સાંતલપુર જતાં તેના પતિએ ફરીથી મારકૂટ કરી હતી. પરિણામે આ મહિલાએ આદિપુર મહિલા પોલીસનો સંપર્ક કરી બાળકીઓનો કબ્જો લેવા રજૂઆત કરી હતી. અહીંની મહિલા પોલીસ ટીમ સાંતલપુર જઈ ગણેશ દેવીપૂજકને પકડી બે બાળકીઓનો કબ્જો લીધો હતો અને તેની માતાને આ બાળકીઓ સોંપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer