તેરામાં છોકરાઓના ઝઘડા અન્વયે મારામારી : બે ઘવાયા

ભુજ, તા. 18 : અબડાસાના તેરા ગામે નાના છોકરાઓના ઝઘડા અન્વયે કુહાડી વડે થયેલી મારામારીના કિસ્સામાં બન્ને પક્ષના એક-એક જણ મળી બે વ્યકિત જખ્મી થતાં તેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેરામાં બસ સ્ટેન્ડ પછવાડે રામાપીરના મંદિર પાસે બનેલી આ ઘટનામાં સામજી ફકીરા કોળી (ઉ.વ.47)ને ઇજા થઇ હતી. જ્યારે જાફર આચાર કોળી (ઉ.વ.45) પણ ઘવાયો હતો. પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે હુમલા બાબતે એકપક્ષે કરમશી હુશેન કોળી અને દિનેશ અભાસ કોળીના જ્યારે સામાપક્ષે જયંતી સામજી કોળી અને ભરત લધા કોળીના નામ પ્રાથમિક કેફિયતમાં લખાવાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer