વધુ રિમાન્ડ નામંજૂર થવા સાથે જેન્તી પુન: જેલહવાલે

ભુજ, તા. 18 : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના રૂા. 5.61 કરોડના ધિરાણના મામલામાં ધરપકડ બાદ રિમાન્ડ ઉપર લેવાયેલા આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠક્કરના વધારાના રિમાન્ડ કોર્ટે ન આપતાં તેને પુન: ગળપાદર જેલમાં મોકલી અપાયો હતો. માજી ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલીની હત્યાના મામલામાં ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયેલા જેન્તી ઠક્કરનો કે.ડી.સી.સી. કેસ અન્વયે સી.આઇ.ડી. ક્રાઇમે કબ્જો લઇ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ પૂરા થતા ગઇકાલે વધારાના 10 દિવસના રિમાન્ડની માગણી સાથે પુન: અદાલતમાં પેશગી કરાવાઇ હતી. કોર્ટે તપાસનીશ એજન્સીની આ માગણી નામંજૂર કરતાં આરોપીને પુન: જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વધુ રિમાન્ડ વિશેની સુનાવણીમાં ઠક્કર વતી વકીલ તરીકે અમિત એ. ઠક્કર હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer