ગાંધીધામમાં આંકડાનો જુગાર રમતાં ઝડપાયા
ગાંધીધામ, તા. 18 : શહેરના સેક્ટર પાંચ, સથવારા કોલોની વિસ્તારમાં આંકડાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન સેક્ટર-પાંચ સથવારા કોલોની મકાન નંબર-500માં રહેતા આશિષ ઉકા સથવારા નામના શખ્સની અટક કરવામાં આવી હતી. આ શખ્સ પોતાના મકાનની બહાર લીમડાના ઝાડ નીચે વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતો હતો. લોકોને રૂબરૂ આંકડો લખાવતા આ શખ્સની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી રોકડા રૂા. 1240 તથા એક મોબાઈલ એમ કુલ રૂા. 1740નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ગાંધીધામ, આદિપુરમાં આંકડાની માયાજાળ ફૂલીફાલી છે, છતાં પોલીસ એકાદ કેસ કરીને સંતોષ માની લે છે. આવી બદીના આકાઓની ધરપકડ થાય તો જ તેના ઉપર અંકુશ આવી શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.