ભુજ - ગ્રામ્યમાંથી રૂા. 44.28 લાખની વીજચોરી

ભુજ, તા. 18 : કચ્છમાં ચાલતી વીજચોરીને પકડવા આજે રાજકોટ ખાતેની પી.જી.વી.સી.એલ.ની કોર્પોરેટ કચેરીમાંથી ચેકિંગ ટીમો ઊતરી પડી હતી. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આજે 29 ટીમો બનાવીને ભુજ શહેર, ભુજનો ગ્રામ્ય વિસ્તાર, ખાવડા તથા કુકમા સબ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવામાં આવેલી ચેકિંગ ટુકડીઓએ ઘરવપરાશ, ખેતીવાડી, વાણિજ્ય સહિતના 524 વીજજોડાણોનું ચેકિંગ કરતાં 66 સ્થળે વીજચોરી પકડવામાં આવી હતી. 35 ગામો અને કુલ્લ મળીને 11 ફીડર હેઠળનાં જોડાણો તપાસવામાં આવ્યાં હતાં. આખરે 66 સ્થળે પકડવામાં આવેલા વીજચોરીના કિસ્સા સામે રૂા. 44.28 લાખના દંડ સહિતનાં બિલ ગ્રાહકોને પકડાવવામાં આવ્યાં હતાં, તેવી માહિતી મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer